નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ
નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સમાલખા(હરીયાણા)ના વિશાળ મેદાનો ખાતે આયોજીત પાંચ દિવસીય ૭૫મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના મુખ્ય સત્રમાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં પધારેલ વિશાળ માનવ પરીવારને સંબોધન કરતાં નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે કહ્યું હતું કે પરમાત્માનું પ્રતિપલ સ્મરણ કરીને માનવીય ગુણોથી યુક્ત જીવન જીવવાનું છે.
સદગુરૂ માતાજીએ આગળ પ્રતિપાદન કરતાં સમજાવતાં કહ્યું કે બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ પછી સંત જ્યારે વિવેકપૂર્ણ જીવન જીવે છે ત્યારે જ વાસ્તવિક રૂપમાં તે વંદનીય કહેવાય છે અને ત્યારબાદ તે સમગ્ર સંસારના માટે ઉપયોગી સિદ્ધ થાય છે.આવા સંત-મહાત્મા બ્રહ્મજ્ઞાનની દિવ્યજ્યોતિનું સ્વરૂપ બની જાય છે અને પોતાના પ્રકાશમય જીવનથી સમાજમાં વ્યાપેલ ભ્રમ-ભ્રાંતિઓના અંધકારથી મુક્તિ પ્રદાન કરે છે. જ્ઞાનના દિવ્યચક્ષુથી સંત-મહાત્માઓને સંસારના તમામ પ્રાણી ઉત્તમ અને શ્રેષ્ઠ દેખાય છે અને સમદ્રષ્ટિના ભાવને અપનાવવાથી તેમના હ્રદયમાં કોઇના પ્રત્યે નકારાત્મક ભાવ પેદા થતો નથી.
જીવનની મહત્તા વિશે પ્રકાશ પાડતાં સદગુરૂ માતાજીએ કહ્યું કે જીવનની દરેક ક્ષણ અનમોલ છે જેને વ્યર્થમાં ના ગુમાવતાં તેનો સદઉપયોગ કરીને સકારાત્મક ભાવોથી ઉક્ત જીવન જીવવાનું છે.પોતાના પરીવાર તથા સમાજ પ્રત્યેના પોતાના કર્તવ્યોનું પાલન કરતાં કરતાં એક કદમ આગળ વધીને પોતાનું આત્મવિશ્લેષણ કરી પોતાને વધુ યોગ્ય બનાવવાના છે.અમારે અમારૂં જીવન સુખમય બનાવવાનું છે સાથે સાથે બીજાઓના જીવનમાં પણ સકારાત્મક યોગદાન આપવાનું છે.વાસ્તવમાં અમે એક આધ્યાત્મિકતાથી યુક્ત જીવન જીવવા માટે મનુષ્ય શરીરમાં આવ્યા છીએ એ વાતને પ્રમાણિત કરીને અમારે આત્મિયતા અને માનવતા સંગ-સંગવાળું જીવન જીવવાનું છે.
સંત નિરંકારી મિશનના ઇતિહાસ વિશે વર્ણન કરતાં સદગુરૂ માતાજીએ કહ્યું કે સત્યનો આ દિવ્ય સંદેશ યુગો યુગોથી સંતો દ્વારા આપવામાં આવી રહ્યો છે તેનું જ વર્તમાન સ્વરૂપ આ મિશન છે.સંત નિરંકારી મિશન ફક્ત એક રાતોરાતની યાત્રા નથી પરંતુ ગુરૂઓ અને સંત-મહાત્માઓના અનેક વર્ષોના તપ-ત્યાગનું પરીણામ છે કે આજે આટલું વિસ્તુત સ્વરૂપ દ્રષ્ટિગોચર થઇ રહ્યું છે.
બ્રહ્મજ્ઞાનની દિવ્ય રોશની જેને પણ પ્રાપ્ત કરી છે તેનું જીવન ઉજ્જવળ બન્યું છે.જેવી રીતે સૂર્યમૂખીનું પુષ્પ સૂર્યની તરફ જ ઉન્મુખ રહે છે તેવી જ રીતે બ્રહ્મજ્ઞાની સંતો જ્ઞાનની દિવ્ય જ્યોતિમાં પોતાને પ્રકાશિત રાખે છે અને બીજાઓના માટે પણ પ્રેરણાસ્ત્રોત બને છે.
સદગુરૂ માતાજીએ તમામ શ્રદ્ધાળુઓને પોતાનો પાવન આર્શિવાદ પ્રદાન કરતાં તમામના માટે એ જ મંગલ કામના કરી કે તમામનું જીવન સેવા સુમિરણ સત્સંગ કરતાં નિર્મલ સ્વચ્છ તથા સુંદર રૂપમાં વ્યતિત થાય.
નિરંકારી સંત સમાગમમાં વિભિન્ન ઝલકોમાં કાયરોપ્રૈક્ટિક શિબિર શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.કાયરોપ્રૈક્ટિક થેરાપી અંતર્ગત વિશેષરૂપમાં માંસપેશિયો તથા શરીરના સાંધાના દર્દનો ઉપચાર કરવામાં આવે છે.છેલ્લા દશ વર્ષથી નિરંકારી સંત સમાગમમાં આ શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં દરરોજ સેંકડોની સંખ્યામાં લોકો ઉપચાર કરાવી લાભાન્વિત થાય છે.
આ શિબિરમાં વિભિન્ન દેશોના લગભગ ૫૫ ર્ડાકટરોની ટીમ પોતાની નિષ્કામ સેવા દ્વારા લોકોનો ઉપચાર કરે છે જેમાં કેનેડા,અમેરીકા,ર્ઓસ્ટ્રેલીયા,ફ્રાન્સ,સ્પેન,જર્મની,ચીન,તાઇવાન તથા સ્વિઝરલેન્ડ વગેરે દેશોના વિશેષજ્ઞ ર્ડાકટરોનો સમાવેશ થાય છે.ઇંન્ડીયન કાયરોપ્રૈક્ટિક એસોશિયેશનના અધ્યક્ષ માનનીય જિમ્મી નંદાએ આ શિબિરોમાં પાછલા બે દિવસથી મળેલ સફળતા પર પ્રસન્નતા વ્યક્ત કરી છે.જે ગતિથી શ્રદ્ધાળુઓ દ્વારા તેનો લાભ ઉઠાવવામાં આવે છે તે જોતાં અનુમાન લગાવવામાં આવે છે કે સમાગમ દરમ્યાન પંદર હજારથી વધુ લોકો આ સેવાનો લાભ લઇ શકશે.સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના ૨૫૦ તથા સેવાદલના ૧૫૦ સ્વંયસેવકો આ શિબિરોમાં ર્ડાકટરોને મદદ કરી રહ્યા છે.
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫


