પાલનપુર
ડીસા માં એક ખૂબજ શર્મનાક ઘટના બનવા પામી હતી જેમાં સાંઈબાબાના મંદિરના ઓટલા ઉપરથી ૧૫ વર્ષની બોલી ન શકતી સગીરા તેના પેટમાં છ માસના ગર્ભ સાથે મળી આવી હતી. તેની સાથે રહેલી માતાને એ ખબર નથી કે, પોતાની પુત્રી સાથે આ કુકર્મ કોણે ગુજાર્યું. માતા તો માત્ર એટલું જણાવી રહી છે કે, જયારે તે લોકો ધાનેરામાં હતા ત્યારે અજાણ્યો શખ્સ બે વખત તેની પુત્રીને ઉઠાવી ગયો હતો અને પાછો મૂકી ગયો હતો. બંને માતા-પુત્રીને ડીસાના હિંદુ સંગઠન દ્વારા પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટર માં ખસેડવામાં આવી છે. અને હવે વહીવટી તંત્ર દ્વારા આ મૂક દીકરી ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર શખ્સને શોધવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે. આ ઘટના અંગે ડીસાના હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની જણાવ્યું કે, સાંઇબાબા મંદિરના ઓટલા ઉપર એક માતા તેની પુત્રી સાથે સપ્તાહથી બેસી રહેતી હોવાનું સેવાભાવી એ કહેતા ટીમ સાથે ત્યાં ગયા હતા. જ્યાં ૧૫ વર્ષની દીકરી બોલી શકતી ન હતી. તેની શારીરિક સ્થિતિ જાેતા ગર્ભવતી હોવાનું જણાયું હતું. આ અંગે ડીસા પોલીસને જાણ કરી હતી. જ્યાં પોલીસની વોચ પણ ગોઠવવામાં આવી હતી. જાેકે, કોઈ શખ્સો આ બંને માતા- પુત્રી પાસે ન આવતાં બનાસકાંઠા ૧૮૧ અભયમને જાણ કરી તેમના દ્વારા બંનેની સલામતી માટે પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવી છે અને પોલીસ દ્વારા આ ઘટના મુદ્દે આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


