માળિયાહાટીના તાલુકાના ઝુઝારપુર ૧ અને ૨ ખાતે નવા આંગણવાડીનો લોકાર્પણ કાર્યક્રમ સાંસદશ્રીરાજેશભાઇ ચુડાસમા ના હસ્તે યોજાયો હતો.
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્રના બાંધકામ મનરેગા અંતર્ગત બનાવવામાં આવેલ આ આંગણવાડી કેન્દ્રના બાંધકામ અંગે અન્ય વિભાગ સાથે સતત રિવ્યુ અને મોનીટરીંગ કરવાથી આ કામગીરી કરવામાં આવી હતી.જૂનાગઢ જિલ્લાના માળીયાયાહાટીના તાલુકાના ઝુઝારપુર-૧ અને ઝુઝારપુર-૨ ખાતે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ તકે પોષણ માસ ઉજવણી અંર્તગત વાનગી નિદર્શન પણ યોજવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ગામના સંરપંચશ્રી,જિલ્લા પંચાયતના સભ્યો,તાલુકા પંચાયતના સભ્યો,આગેવાનો,પ્રોગ્રામ ઓફિસર જી.પં જૂનાગઢ ,સી.ડી.પી.ઓશ્રી માળીયા,સુપરવાઇઝર,આંગણવાડી વર્કર,હેલ્પર અને લાભાર્થી વાલીઓ હાજર રહ્યા હતા.

