ભુજ
જખૌ જૂથ ગ્રામ પંચાયત દ્વારા અબડાસા નાયબ કલેક્ટર ને ઉદ્દેશીને લખેલા આવેદનપત્રમાં સ્થાનિક તથા જિલ્લા કક્ષાના તંત્રને આલેખી મીઠા ઓવરલોડ મામલે ઘટતું કરવાની માંગ કરવામાં આવી છે. પત્ર અનુસાર વહીવટી તંત્ર દ્વારા થોડા દિવસ પૂર્વે ઓવરલોડ ટ્રકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તે સરાહનીય છે પરંતુ માથાભારે અને રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા મીઠા ભરેલી ટ્રકો હજુ પણ દિવસ રાત બેરોકટોક ચાલી રહી છે. જેમાંથી ઢોલતા મીઠાના કારણે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે તો માર્ગોની સ્થિતિ ખરાબ બની રહી છે. જેને લઈ અકસ્માતની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આ તમામ પરેશનીથી લોકોને રાહત મળવાની માગ કરાઈ હતી. પત્રમાં ચીમકી પણ આપવામાં આવી હતી કે, ત્રણ દિવસમાં જાે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આ વેળાએ ગામના સરપંચના પતિ સાથે આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનું હુસેન સંઘાર અને રમેશ ભાનુશાળીએ જણાવ્યું હતું.પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના જખૌ વિસ્તારમાં મીઠું ભરેલી ઓવરલોડ ટ્રકોના કારણે લોકોને વિવિધ સ્તરે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આ પરેશાનીમાંથી લોકોને મુક્તિ અપાવવા જખૌ જૂથ ગ્રામ પંચાયત અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા તંત્રને લેખિત આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્ન અંગે ત્રણ દિવસમાં જાે કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ પત્રમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અબડાસા વિસ્તારમાં નમક સાથેની બેફામ ચાલતી ટ્રકોના કારણે માર્ગોની હાલત જર્જરિત બની રહી છે. તેમજ માર્ગ પર ઢોણાતા મીઠાના પ્રવાહીથી માર્ગો લપસણા બની જાય છે અને તેના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.
