અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક સ્તુત્ય ર્નિણય કર્યો છે. શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવી નાગરિકો માટે સુખ સુવિધા વૃદ્ધિના કામો સહિત આંતર માળખાકીય કામો ઝડપી બને તેવો અભિગમ અપનાવ્યો છે.આ હેતુસર અમદાવાદ અને વડોદરાની કુલ ૪ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઔડા ની બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ તેમજ વડોદરા મહાનગર પાલિકાની બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મંજુર કરી છે. આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતર માળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે. ભૂપેન્દ્ર પટેલે ઔડાની જે બે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજુર કરી છે તેમાં ટી.પી સ્કીમ ૧૩૯/એ છારોડી -નારણપુરા-ખોડા અને ૧૩૯/બી છારોડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વડોદરાની બે પ્રીલીમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તદઅનુસાર, આ પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં વડોદરા મહાનગર પાલિકાની પ્રારંભિક ટી.પી . નંબર ૩ સેવાસી અને ૫૫/એ ગોરવા કરોડિયા નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે ઔડાની ૨ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ અને વડોદરા મહાનગર પાલિકાની ૨ પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ એમ કુલ ચાર ટી.પી સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે ૧૨.૪૩ હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે. ઔડાની ડ્રાફ્ટ ટી.પી.૧૩૯ એ માં ૩૬૦૦ અને ૧૩૯ બી માં ૫૪૦૦ મળી કુલ ૯ હજાર ઈઉજી આવાસો નિર્માણ થઈ શકશે.વડોદરામાં પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ ૩ સેવાસી મા ૯૦૦ અને પ્રિલીમીનરી ટી.પી. ૫૫ એ ગોરવા કોરડિયા માં ૧૨૦૦ આવાસો બની શકશે. બાગબગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે આ ચાર ટી.પી.સ્કીમ માં કુલ ૯.૮૧ હેક્ટર્સ જમીન ઉપરાંત જાહેર સુવિધા માટે ૧૧.૫૫ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે આ ૪ સ્કીમમાં કુલ આશરે ૨૮.૨૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.અમદાવાદ અને વડોદરા મહાનગરોની કુલ ૪ ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રીએ મજૂરી આપી હતી. રાજ્યના શહેરી ક્ષેત્રના આયોજનબદ્ધ વિકાસને વેગવંતો બનાવવાની દિશામાં એક કદમ છે. ૧૧,૧૦૦ જેટલા ઈ.ડબ્લ્યુ.એસ.આવાસ, બાગબગીચા-રમતગમત મેદાન માટે ૮.૪૫ હેક્ટર્સ જમીન અને જાહેર સુવિધા માટે ૧૧.૫૫ હેક્ટર્સઃવેચાણ માટે કુલ ૨૮.૨૯ હેક્ટર્સ જમીન આપવામાં આવશેં.


