પાલનપુર
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને પૂજ્ય સંત સદારામ બાપુની ૧૧૫મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર સહિત અન્ય સામાજિક રાજકીય આગેવાનો પધાર્યા હતા. ઉપરાંત ગુજરાતના નામાંકિત કલાકાર રાજભા ગઢવી સહિત અન્ય કલાકારોએ પણ પોતાની રમઝટ બોલાવી હતી. પૂજ્ય સંત સદારામ બાપુએ શિક્ષણ, વ્યસનમુક્તિ અને હિંસાના નિવારણ માટેના અનેક સેવાકીય કાર્યો કર્યા છે. પૂજ્ય સંત સદારામ બાપુએ તેમના ભજન-સત્સંગ થકી લાખો લોકોને વ્યસન મુક્ત બનાવ્યા છે. બાપુનું સાદું જીવન એજ તેમનો જીવન સંદેશ હતો, લોકોની મુશ્કેલીઓ અને પીડાઓ દૂર કરતાં કરતાં સાદું જીવન જીવી તેઓ આ ભવસાગર તરી ગયા છે. દેતાં હોય છે, એ વાત સારી રીતે સમજીને તેમણે કોઈ એક જ્ઞાતિ માટે નહીં પરંતુ સર્વ સમાજના વિકાસ માટે બાપુએ કામ કર્યું છે. ત્યારે આવા સંતોના જીવનમાંથી પ્રેરણા મેળવી વેરઝેર ભૂલીને જીવનમાં આગળ વધીએ. છોડમાં રણછોડની જેમ વ્યક્તિમાં પણ રણછોડના દર્શન કરી સમાજના વિકાસ માટેના કાર્યો કરવા તેમણે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોરોના કાળમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ત્મનિભરનો નારો આપીને આપણને નવી દિશા આપી છે, ત્યારે તેમણે ચીંધેલા રાહ પર ચાલીને ગુજરાતને આર્ત્મનિભર બનાવીએ. વ્યસનમુક્તિ ઝૂંબેશ ચલાવવાની પ્રેરણા સૌનું ભલું થાય તેવા શુભાશિષ આપતા સંતશ્રી સદારામ બાપામાંથી મળી. વ્યસનમુક્તિ ઉપરાંત ધર્મ અને ભાઇચારાની ભાવના થકી સર્વ સમાજ એક થઇને રહે તેવી બાપાના ચરણોમાં પ્રાર્થના કરૂં છું. વાવ અને ભાભર વિસ્તાર માટે માનનીય મુખ્યમંત્રી દ્વારા રૂ. ૧૦૦ કરોડ જેટલી માતબર રકમના કામો મંજૂર કરવામાં આવ્યા છે. ખેતી માટે અમૃત સમા નર્મદા મૈયાના નીર આ ધરતી સુધી પહોંચાડવા જે મંજૂરી આપવામાં આવી છે તે હું માટે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરૂં છું.


