Gujarat

મુસાફરોની સુવિધા માટે ૪૦૬૬ કીમીની ૩૪ ટ્રીપો શરૂ કરાઇ

વિભાગીય નિયામકશ્રી, એસટી જૂનાગઢ દ્વારા જૂનાગઢ-પોરબંદર–ગીર સોમનાથ–રાજકોટ જિલ્લાના વિધાર્થીઓ માટે ૧૭ નવી ટ્રીપ શરૂ કરાઇઃ ૩૦૧.૬૦ કીમી બસ સુવિધાનો વિધાર્થીઓ માટે વધારો કરાયો છે. તેમજ મુસાફરોની સુવિધા માટે ૪૦૬૬ કીમીની ૩૪ ટ્રીપો શરૂ કરાઇ છે.

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ જૂનાગઢ-પોરબંદર–ગીર સોમનાથ–રાજકોટ જિલ્લાઓનો સમાવેશ થવા પામે છે. આ જિલ્લાઓમાં શાળા કોલેજમાં અપ-ડાઉન કરતા વિધાર્થીઓ માટે માહે જાન્યુઆરી–૨૦૨૨ થી સપ્ટેમ્બર–૨૦૨૨ દરમ્યાન વિધાર્થીઓને પાસ સુવિધા માટે નવી કુલ-૩૩ શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. તેમજ વિધાર્થીઓ કુલ−૧૭ નવીન ટ્રીપ શરૂ કરી કુલ ૩૦૧.૬૦ કીલોમીટરનું સંચાલન ફકત વિધાર્થીઓ માટે વધારો કરી વિધાર્થીઓને બસ સુવિધા આપવામાં આવી છે.

તેમજ મુસાફરો માટે ૩૪ ટ્રીપો શરૂ કરી ૪૦૬૬ કીલોમીટરનું સંચાલનમાં વધારો કરી મુસાફર જનતાની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. તેમ શ્રી જી.ઓ.શાહ, વિભાગીય નિયામકશ્રી, એસટી જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *