Gujarat

મેગા મેડિકલ કેમ્પમાં વડાપ્રધાને કહ્યું – “ડોક્ટરની એક સલાહથી દર્દીનું જીવન બદલાઈ જાય છે”

સુરત
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા.વડાપ્રધાન વર્ચુયલ જાેડાયા હતાં.જેમાં તેમને ભેપેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી. લાભાર્થી સાથે વાતચીત કરી હતી.વડાપ્રધાનને કહ્યું કે નરેન્દ્ર હોય કે ભુપેન્દ્ર હોય એ પ્રજાના તમારા આશીર્વાદથી જ છે. અમે બંને તમારી સેવામાં છે. મારું સુરક્ષા કવચ માતા બહેનોના આશીર્વાદ છે. ઓલપાડ તાલુકા ખાતે અત્યાર સુધીમાં જેટલા પણ લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાનો લાભ લીધો છે. તેની વાત કરવામાં આવી હતી. મેગા મેડિકલ કેમ્પમાં હજારો લોકોને તબીબી પરીક્ષણ અને સારવારનો લાભ મળશે. ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા આયોજન કરવામાં આવેલા મેગા કેમ્પમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મેગા મેડિકલ કેમ્પમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જાેડાયા હતા. જેમાં તેમણે ઓલપાડ તાલુકામાં સરકારની યોજનાઓનો લાભ લેનારા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. લાભાર્થીઓ દ્વારા વડાપ્રધાનને તમામ વિગતવાર માહિતી આપતા તેઓ પણ ખુશ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતા કાશીરામ રાણાને યાદ કર્યા હતા. પ્રવીણ નાયક સહિતના નેતાઓને પણ યાદ કર્યા હતા. ભુપેન્દ્ર અને નરેન્દ્રની સરકાર માતા બહેનોના આશીર્વાદથી ચાલી રહી છે. અમારું સુરક્ષા કવચ પણ એ જ છે. એ પ્રકારની વાત તેમણે કરી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ફરી એક વખત આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરતાં કહ્યું કે જે પ્રકારની રેવડીઓ આપવાની જાહેરાત થઈ રહી છે તે આપણા બજેટ કરતાં પણ વધારે છે. ગુજરાતના બજેટની સરખામણીએ રેવડીની જાહેરાતો એ અશક્ય લાગે છે. આવા રેવડીની જાહેરાત કરનારાઓને ગુજરાતની પ્રજા ઓળખી રહી છે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *