Gujarat

મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષા ૧૨ માર્ચે લેવાશે

અમદાવાદ
રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) ૨૦૨૨ પરીક્ષાની તારીખ જાહેર કરી છે. એનટીએએ સત્તાવાર જાહેરનામામાં જણાવ્યું છે કે એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ, બીએસએમએસ, બીએમએસ અને બીએચએમએસ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ૧૨ માર્ચે નીટની પરીક્ષા લેવાશે.મેડિકલ કોલેજાેના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા કુલ ૧૧ ભાષાઓમાં લેવામાં આવશે. એનટીએએ જણાવ્યું હતું કે જ્યારે નીટ માટેની અરજીઓ સબમિટ થવાની શરૂઆત થઈ છે, ત્યારે પરીક્ષા, અભ્યાસક્રમ, ઉંમર માટે યોગ્યતાના માપદંડ, અનામત, બેઠકોનું વર્ગીકરણ, પરીક્ષા ફી, પરીક્ષા કેન્દ્ર, રાજ્ય કોડ અંગે વિસ્તૃત માહિતી આપતી પુસ્તિકા ઉપલબ્ધ કરાવાશે. નીટ ૨૦૨૨ માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા ૧૫ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધી કરી શકશે. દર વર્ષે લગભગ ૧૪ લાખ વિદ્યાર્થીઓ નીટ પરીક્ષા માટે અરજી કરે છે. પ્રવેશ પરીક્ષા માટે અરજી કરવા માટે એમબીબીએસ/બીડીએસ કોર્સમાં પ્રવેશ લેવા ઇચ્છતા ઉમેદવારોએ પ્રવેશ પોર્ટલ રંંॅજઃ//હહ્વી.ીઙ્ઘે.ૈહ, રંંॅજઃ//હટ્ઠંર્હ્વટ્ઠઙ્ઘિ.ીઙ્ઘે.ૈહ પર નોંધણી કરાવી શકશે. અરજી પ્રક્રિયા શરૂ થયા પછી, ઉમેદવારોએ દસ્તાવેજાેની સ્કેન કરેલી નકલો, અરજી ફોર્મ સાથે ધો ૧૦, ૧૨ના પ્રમાણપત્ર, આધારકાર્ડ, પાસપોર્ટ નંબર, બેંક ખાતાની વિગતો સબમિટ કરવાની રહેશે. આ સાથે, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, ડાબા હાથની સહી અને અંગૂઠાની છાપ સબમિટ કરવાની રહેશે.

The-exam-will-be-held-on-March-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *