Gujarat

મોંઘવારી એ માજા મૂકી  શાકભાજીના ભાવ આસમાને 300 રૂપયે કીલો કરતા વધુ ભાવે પોહચેલા લીંબુ

૧ લીંબુ ની કિંમત દસથી પંદર રૂપિયા થઈ ગઈ છે બીજી તરફ 1 મહિના પહેલા પહેલા ૬૦થી ૮૦ રૂપિયા કિલો વેચાતા લીંબુ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે
બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બાદ હવે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય જનતા પર મોંઘવારીની અસર દરરોજ વધી રહી છે, હવે લોકોએ શાકભાજી માટે પણ વધારે પૈસા ખર્ચી રહ્યા છે  ઉનાળાની ઋતુના આગમનની સાથે જ શાકભાજીના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે, જેના કારણે રસોડાનું બજેટ બગડી રહ્યું છે.
આ ઉપરાંત ઉનાળાની ઋતુમાં લીંબુની માંગ વધે છે જેના કારણે લીંબુના ભાવમાં પણ જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં બજારમાં એક લીંબુની કિંમત રૂ.10 થી પંદર રૂપિયા જેટલી થઇ ગઇ છે
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે માલભાડામાં પણ વધારો થયો છે, જેના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
લીંબુ ડુંગળી આદુ લીંબુ દુધી ટામેટા ફુદીનો રીંગણ બટાકા ગલકા કોબી ફૂલેવર જેવી જીવન જરૂરિયાતની શાકભાજી માં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે
 છેલ્લા કેટલાક દિવસથી  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થયો છે, જેના કારણે માલભાડામાં પણ વધારો થયો છે.
શાકભાજીઓ ની સાથે ફળો પર પણ મોંઘવારીની માર જોવા મળી રહી છે નવરાત્રી અને રોજા ના કારણે અચાનક ખાસ કરીને સફરજન સંતરા દ્રાક્ષ ની ડિમાન્ડ વધી ગઇ છે અને ફળો પર પણ મોંઘવારીની માર જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20220411093057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *