Gujarat

મોટર સાઈકલની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશદારૂની હેરાફેરી કરતાં એક ઈસમને કુલ કિંમત રૂપિયા ૫૭,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી નસવાડી પોલીસ

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા બોડેલી સર્કલનાં પો.ઈન્સ. એસ.બી.વસાવા નાઓના સંકલનમાં રહી જીલ્લામાં ચાલતી ગેકા. પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વર્ય નસવાડી પો.સ.ઇ.સી .ડી.પટેલ નાઓ તથા નસવાડી પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમ્યાન આજરોજ નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી નાકાબંધીમાં હાજર હતા તે દરમ્યાન નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમી હકીકત મળેલ કે એક હોન્ડા કંપનીની સાઈન મોસા, જેનો રજી. નં, GJ 06 B 9641 નો ચાલક મો.સા.ની સીટના નીચે તેમજ પેટ્રોલની ટાંકીની અંદર ચોરખાનું બનાવી ઈંગ્લીશદારૂ ભરી લઈને દોલી ગામે થઈને કેસરપુરા ગામ તરફ આવનાર છે તેવી બાતમી હકીકત આધારે દોલી ગામે રોડ ઉપર પ્રોહી નાકાબંધી કરી સદર બાતમી હકીકતવાળી હોન્ડા કંપનીની સાઈન મો.સા. જેનો રજી. નં GJ 06 B 9641-ની સાથે એક ઇસમને ઇંગ્લીશદારૂ તથા મો.સા. તથા મોબાઈલ મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂપિયા- પ૭,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ સી ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭૨૨૦૮૪૬/૨૦૨૨ધી પ્રોહી કલમ-૬૫ એઈ,૯૮(૨),૧૧૬(બી) મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220731-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *