Gujarat

મોટી ભોયણમાં ભાડે રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાધો

કલોલ
પ્રાંતિજ તાલુકાના લીમડા ગામની દીકરી રંજનનાં લગ્ન વિજાપુર તાલુકાના ભીમપુરા ગામના રાવળ ભરત શાંતિભાઈ સાથે આઠેક વર્ષ પહેલા કરવામાં આવ્યા હતા. લગ્ન કર્યા બાદ રંજન સાસરિયામાં રહેતી હતી અને ભરત રાવળ કલોલ ખાતે રામા મલ્ટી કંપનીમાં નોકરી લાગવાથી પત્ની રંજન અને બે દીકરા સાથે રાવળવાસ, મોટી ભોંયણ ગામે ભાડેથી મકાન રાખી રહેવા લાગ્યો હતો. તારીખ ૨૨ ઓગષ્ટના રોજ રંજન સાસરી ભીમપુરા ગામે લગ્નમાં ગઈ હતી. તે વખતે સાંજના પતિ રાવળ ભરતે રંજનના પિતા વિષ્ણુભાઈને ફોન કર્યો હતો. જેમાં રંજને તેમના પિતા વિષ્ણુભાઈને જણાવ્યું હતું કે અત્યારે અમે ભીમપુરા આવ્યા છીએ અને મારો પતિ ભરત તથા મારા સસરા શાંતિભાઈ રાવળ મારા સાથે મોબાઈલ ફોન માટે ઝઘડો કરે છે. જેથી રંજનના પિતા વિષ્ણુભાઈએ જમાઈ ભરતને કહ્યું હતું કે તમારા પિતા શાંતિભાઈ રાવળ મારી દીકરીને જેમ ફાવે તેમ બોલી ગાળાગાળી કરતા હતા અને મારી દીકરી રંજનને અપશબ્દો જેમ ફાવે તેમ બોલે છે. માટે ઝઘડો વધારે ન થાય એટલે રંજનને પિયર મૂકી જાવ. પણ પતિ ભરત રંજનને તેમના પિતાના ઘરે મૂકવા ગયા ન હતો અને રાત્રિના સમયે પતિ ભરત રંજનને લઈને ભોંયણ ખાતે આવી ગયો હતો. મારે પિયર લીમડા ગામે આવવું હતું પણ પતિ ભરતે આવવા દીધી નહીં એમ કહીને ફોનમાં રડવા લાગી હતી. તેથી રંજનના પિતાએ જમાઈને ફરીથી કીધું કે તમે રંજનને મારા ઘરે બે ચાર દિવસ માટે રહેવા મોકલો પણ સામે જમાઈ ભરતે તમારી દીકરીને મારી સાથે રહેવું હોય તો હું કહું એમ અને મારા પિતાજી કહે એમ કરવું પડશે, તમે લોકો કહેશો તેમ અમે ચલાવી લઈશું નહીં એમ જણાવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે ૨૩ ઓગષ્ટના રોજ જમાઈ ભરતનો ફોન રંજનના પિતા વિષ્ણુભાઈ ઉપર ગયો હતો અને જણાવ્યું હતું કે તમારી દીકરી રંજને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. તેમ સાંભળતાની સાથે જ પિતા વિષ્ણુભાઈ કલોલ સિવિલ ખાતે આવી પહોંચ્યા હતા. જેની લાશ જાેતા ગળાના ભાગે ફાંસો ખાધેલ હોય એવું જણાવવાથી આ બાબતે જમાઈ ભરતને પૂછતાં ભરતે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. માટે રંજનના પિતા વિષ્ણુભાઈએ જમાઈ ભરત અને તેના પિતા શાંતિલાલ સામે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *