મોડાસા
મોડાસાના ભેરુડામાં પોતાના ખેતરમાં બોરની મોટર શરૂ કરતાં ૪૬ વર્ષીય ખેડૂતને વીજ કરંટ લાગતાં તેનું કરુણ મોત નિપજ્યું હતું. ભેરુંડાની સીમમાં બોરની મોટર શરૂ કરવા કલ્પેશભાઈ શામળભાઈ પટેલ (૪૬) જતાં લોખંડની પેટી નું હેન્ડલ પકડી ખોલવા જતા અચાનક વીજ કરંટ લાગતાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાના સંદર્ભે મૃતકના ભાઈ દિલીપભાઈ શામળભાઈ પટેલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ભેરુંડામાં બે સંતાનના પિતાનું વીજ કરંટ લાગતા મોત થતા પત્ની અને તેમના બે સંતાનો નોંધારા થતા આંજણા ચૌધરી સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હીતી.
