અરવલ્લી
મોડાસાના કઉ રમાંણા ગામે એક ખેડૂત ખેતરમાં હતા. ખેતરમાં મકાઈ અને મગફળીનું વાવેતર કરેલ હતું. ત્યારે ખેતરમાં જંગલી ભૂંડ, નીલગાય જેવા પશુઓનો બહુ ત્રાસ હોય છે. આંખે આખા ખેતરોનું ભેલાણ કરી નાખે છે. જેને અટકાવવા માટે ખેડુતે ખેતરમાં લોખંડના તાર વીંટી વીજ કરંટ મુકેલ હતો. એજ તારને અડી જતા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે મોડાસા રૂલર પોલીસ ઘટના સ્થળે આવી મૃતદેહના પી.એમ.ની તજવીજ હાથ ધરી હતી.ખેડૂતો કોઈને કોઈ રીતે પરેશાન હોય છે. વાવેતર કર્યા પછી પાકને બચાવવા ખાતર, બિયારણ, રાસાયણિક દવાઓ નાખવી પડે છે. ત્યારે તૈયાર પાક પશુઓ દ્વારા ભેલણના થાય તે માટે ખેતરની ફરતે લોખંડના તારની વાડ કરે છે. ત્યારે આ તારની વાડમાં ચોરી-ચૂપીને વીજ કરંટ મૂક્તા હોય છે. ત્યારે એજ વીજ કરંટથી ખેડૂતનો પોતાનો ભોગ લેવાતો હોય છે.
