અરવલ્લી
મોડાસા બસ સ્ટેશન પોલીસ ચોકીના સુરક્ષા જવાને ટ્રકનો કાચ ફોડી ચાલકને માર માર્યો હતો. આ ઘટના સામે આવતા ટાઉન પોલીસની ગુંડા ગિરી સામે સ્થાનીકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. મોડાસા બસ સ્ટેશન લીઓ પોલીસ ચોકી પર સવારના સુરક્ષા જવાને કોલેજ રોડ તરફથી આવતી ટ્રકને રોકી હતી. ભારે વાહન હોવાથી બ્રેક ન લાગતા સુરક્ષા જવાને લાકડી મારી આગળનો કાચ ફોડી ચાલકને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. સુરક્ષા જવાને ચલાકના માથાના ભાગે લાકડી મારતા ઇજાગ્રસ્ત થયેલ યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓથી સાથનીકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. એવામાં આવી ઘટના સામે આવતા ટાઉન પોલીસના અધિકારી સામે લોકોમાં રોષ જાેવા મળ્યો હતો. હાલ તો સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.


