મહેસાણા
મહેસાણા જિલ્લામાં આવેલ ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે ૫૦૦૦ જેટલા લોકોએ યોગ કરવા જાેડાયા હતા. જેમાં બાળકોથી લઇ મોટી ઉંમરના લોકો જાેવા મળ્યા હતા. મોઢેરા સૂર્યમંદિરના પુરા પરિસરમાં લોકોએ પોતાના સ્થાન લઇ યોગ કર્યા હતા. જ્યાં પોગ્રામ દરમિયાન પુરુષોત્તમ રૂપાલા પણ યોગમાં જાેડાયા હતા. મહેસાણા જિલ્લામાં ૨૬૩૮ સ્થળો યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ૫ લાખ ૩૫ હજાર ૮૦૦ યોગ અભ્યાસુઓ જાેડાયા હતા. જિલ્લાકક્ષાનો કાર્યક્રમ મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયો જેમાં ૫૦૦૦ યોગ અભ્યાસુઓ જાેડાયા હતા. ૧૧ તાલુકા કક્ષાના સ્થળોમાં ૫૭૦૦ અને ૦૭ નગરપાલિકના સ્થળોમાં ૩૫૦૦ નાગરિકો યોગ કર્યા. જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ૩ લાખ ૩૬ હજાર વિધાર્થીઓ પણ યોગ કર્યા હતા. જેમાં ૧૨૩૮ પ્રાથમિક શાળાઓ, ૩૫૧ માધ્યમિક શાળાઓ, ૪૩ કોલેજાે, ૧૦ આઇ.ટી,આઇ અને ૦૨ વિશ્વ વિધાલયોમાં યોગ દિવસ ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ ઠેરઠેર યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાકક્ષાનો યોગ દિવસ મોઢેરા ખાતે આવેલા સૂર્યમંદિર ખાતે યોજવામાં અવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો યોગ કરવા જાેડાયા હતા.


