Gujarat

મોરબી એલસીબીએ એક શખ્શને બિયર અને વિદેશી દારૂના બોટલના જથ્થા સાથે ઝડપ્યો, વધુ કાર્યવાહી હાથ ધરી

મોરબી
૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે યુવાધનમાં અનેરો ઉત્સાહ જાેવા મળે છે. ત્યારે પ્યાસીઓ પણ દારૂની વ્યવસ્થા કરી રહ્યાં છે. આવા ઈસમો વિરુદ્ધ મોરબી પોલીસે લાલ આંખ કરી છે. જ્યાં તાજેતરમાં વાંકાનેરમાં અગાભી પીપળીયા ગામની સીમમાં દરોડા પાડીને બિયર અને વિદેશી દારૂની ૨૬૧ બોટલ સાથે એક ઈસમને ઝડપ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એલ.સી.બી.ટીમને બાતમી મળી હતી કે, આરોપી યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા અગાભી પીપળીયા ગામની સીમમાં સાજડીયા તરીકે ઓળખાતી સીમમાં પોતાના કબજા ભોગવટા વાળી વાડીમાં ઇંગ્લીશ દારૂનો વેપલો ચલાવે છે. જેના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી યોગીરાજસિંહ બિયર અને વિદેશી દારૂના જથ્થા સાથે મળી આવ્યો હતો. પોલીસની પુછપરછમાં રાજકોટમાં રહેતા તેના સાગરીત ડાડામીયા ઉર્ફે રાજુબાપુ ભાઉદીનનું નામ પણ ખુલ્યું હતું. જેથી પોલીસે બિયર અને વિદેશી દારૂની ૨૬૧ બોટલ જેની કુલ કિંમત રૂપિયા ૭૩,૧૦૦ તથા ૫,૦૦૦ની કિંમતના એક મોબાઇલ સાથે કુલ રૂપિયા ૭૮,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *