Gujarat

મોરબી જલારામ મંદિર દ્વારા શહેર ના વિવિધ સ્થળો એ જલસેવા અભિયાન શરૂ પંછી પાની પીને સે ઘટે ના સરિતા નીર, ધર્મ કીયે ધન ન ઘટે, સહાય કરે રઘુબીર

ગિરગઢડા
ભરત ગંગદેવ.
       ઉનાળા ની ગરમી ની શરૂઆત થઈ ચુકી છે, સુર્યનારાયણ ધીમે ધીમે કોપાયમાન થઈ રહ્યા છે ત્યારે મોરબી શહેર તેમજ આસપાસ ના વિસ્તારો મા વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શહેર ના  જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ જલસેવા અભિયાન શરૂ કરવા મા આવેલ છે.
      જે અંતર્ગત શહેર ના વિવિધ સ્થળોએ ઠંડા પાણી ના જગ તેમજ સ્ટેન્ડ ની વ્યવસ્થા કરવા મા આવી રહી છે. તંત્ર દ્વારા શહેર મા પાણી ના પાઉચ પર પ્રતિબંધ મુકવા મા આવ્યો છે ત્યારે પાણી ની બોટલ પણ ૫ રૂ., ૧૦ રૂ., ૨૦ રૂ. મા વહેંચાય રહી છે. બહાર ગામ થી શહેર મા ખરીદી કરવા આવતા લોકો ને ઉનાળા ની કાળજાળ ગરમી મા પીવા શુધ્ધ પાણી માટે ખર્ચ કરવો પડે છે. તે સમસ્યા દુર કરવા મોરબી જલારામ મંદિર દ્વારા વિનામુલ્યે  ફિલ્ટર્ડ ઠંડા પાણી ની વ્યવસ્થા શહેર ના વિવિધ સ્થળે કરવા મા આવી રહી છે.
          શહેર ના કોઈપણ સેવાભાવી વ્યક્તિ પોતાના વ્યવસાયિક પ્રતિષ્ઠાન પાસે ઠંડા પાણી ના જગ તેમજ સ્ટેન્ડ ની વ્યવસ્થા કરવા ઈચ્છુક હોય તેમણે સંસ્થા ના અગ્રણી *શ્રી હરીશભાઈ રાજા (મો.૯૮૭૯૨૧૮૪૧૫)* નો સંપર્ક કરવા  જલારામ સેવા મંડળ-મોરબી ના પ્રમુખ  નિર્મિત કક્કડે યાદી મા જણાવ્યુ

IMG-20220325-WA0230.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *