Gujarat

મોરબી-રાજકોટ હાઇવે પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત

મોરબી
મોરબી-રાજકોટ હાઇવે પર વિરપર નજીક ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર મધ્યમાં આ અકસ્માત સર્જાતાં રોડ પર આવનાર અન્ય ટ્રક અને એક કાર તથા ચાર વાહનોનાના પણ અકસ્માત થયા હતાં. જાે કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અકસ્માતને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી-રાજકોટ હાઇવે પર વિરપર નજીક ટ્રકચાલકે અચાનક વળાંક લેવા જતાં તેની પાછળ આવતાં આઇસર સાથે ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, આઇસરની સપૂર્ણ કેબિનનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર આવતાં અન્ય વાહનચાલકોને પણ અકસ્માત નડ્યો હતો.જ્યાં રસ્તા વચ્ચે અકસ્માતને પગલે અન્ય એક ટ્રક, કાર અને ચાર વાહનોના અકસ્માત થયા હતાં. જેને પગલે મોરબી-રાજકોટ હાઇવે પર કતારબંધ વાહનોની લાઇન લાગી હતી અને ભારે ટ્રાફિક સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માત થયા બાદ લાંબા સમય સુધી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ના હતી. જેને પગલે વાહનચાલકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *