સુરેન્દ્રનગર
મોરબી શહેરના મયુર પુલ ઉપરથી અંદાજે ૪૨થી ૪૫ વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર મચ્છુ નદીમાં મોતની છલાંગ લગાવતાં નદીના પટ્ટમાં પડેલા પથ્થરો ઉપર ધડાકાભેર પટકાતાં આ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ગોઝારા બનાવની જાણ થતા જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતક યુવાનના વાલી અને પરિવારજનોની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.મોરબી શહેરના મયુર પુલ ઉપરથી કોઈ અજાણ્યા યુવાને મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કરી લીધું હતું. આ યુવાનના વાલી અને પરિવારજનોને શોધવા સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
