સુરેન્દ્રનગર
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ૨૦ વર્ષની યુવતીનો બીભત્સ વીડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં ફેક આઇડી ઉપર આ યુવતીનો વાંધાજનક વીડિયો વાયરલ થયો હોવાનું યુવતી અને તેના પરિવારના ધ્યાને આવતા તેઓ સ્તબ્ધ બની ગયા હતા. યુવતીને સમાજમાં બદનામ કરવાના ઈરાદે આવો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાનું પોલીસના ધ્યાને આવતા તાલુકા પોલીસે આ બનાવ અંગે વિધિવત ફરિયાદ દાખલ કરી હતી. આ ફેક આઈડી ઉપર યુવતીનો બીભત્સ વીડિયો ઉપરાંત અગાઉ વાંધાજનક ફોટા પણ મુકવામાં આવ્યાં હતા. વીડિયો વાયરલ કરનાર વ્યક્તિ ખરેખર યુવતીનો પરિચિત છે કે કેમ ? તેમજ તેણે બ્લેક મેઈલ કરવાના ઇરાદે આ કૃત્ય કર્યું છે કે કેમ ? તે સમગ્ર વિગતો બહાર લાવવા માટે પોલીસે ખાસ ટેકનિયશનની મદદથી તપાસ હાથ ધરીને ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો. ફેક આઇડી બનાવીને જાતીય સતામણી કરતો આરોપી પ્રકાશભાઈ ધનજીભાઈ પરેચાને પોલીસે ઝડપી લીધો હતો.મોરબીના ગ્રામ્ય વિસ્તારની એક યુવતીને બદનામ કરવા માટે યુવકે સોશ્યલ મીડિયામાં ફેક આઇડી બનાવીને યુવતીનો બીભત્સ વીડિયો વાયરલ કરી દીધો હતો. જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ બનાવની તાલુકા પોલીસે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી વીડિયો વાયરલ કરનારા આરોપીને ઝડપી લીધો હતો.
