Gujarat

મોરબીમાં પતિએ પત્ની પર શંકા રાખી મોતને ઘાટ ઉતારી

મોરબી
આજના યુગમાં કોઈને પણ સહનશક્તિ રહી નથી નાની નાની બાબતમાં લોકો ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં ન કરવાનું કરી બેસે છે કોઈ પોતાની જાતને આત્મહત્યા કરી પતાવી નાંખે છે તો કોઈ અન્યની હત્યા કરી નાંખે છે ત્યારે મોરબીમાં રેલ્વે સ્ટેશનના પાછળના ભાગે વિસીપરા નજીકના વિસ્તારમાં રહેતી હલીમાબેન અનવરભાઈ શેખ નામની મહિલાને તેનો પતિ ચારિત્ર પર શંકા રાખી ઢોર માર મારતો હતો, જેથી કંટાળીને મહિલા અગાઉ પણ ઘરેથી ભાગી ગઈ હતી. જાે કે આરોપી ફરી તેને સમજાવટ કરીને ઘરે પરત લાવ્યો હતો. પરંતુ બન્ને વચ્ચે શાંતિ કાયમી સ્થપાઇ ન હતી અને પણ અનવર શેખે ચારિત્રની શંકા રાખી ઝઘડો કરી મારકુટ કરી હતી જે બાદ વાત વધુ વણસતા અનવરે ધોકા વડે માર મારતા હલીમબેનને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેમને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જયાં તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે મૃતકના માતા અઈસાબેન મહમદભાઈએ આરોપી જમાઈ અનવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરાઈ છે

Suspicious-of-his-wifes-character.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *