Gujarat

મોરબીમાં પ્રેમિકાના ત્રાસથી કંટાળી યુવકે એસિડ પીધું

રાજકોટ
મોરબીમાં સ્પા ચલાવતી પૂર્વ પ્રેમિકાના ત્રાસથી યુવકે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો. રાજકોટ મોરબી રોડ પર બેડી ગામે રહેતાં યુવાને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિ ટલમાં ખસેડવામાં આવ્યો હતો. આથી હોસ્પિટટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. યુવાનના સંબંધીએ જણાવ્યું હતું કે, તે પરણેલો છે હાલમાં છૂટક મજૂરી કામ કરે છે. એકાદ વર્ષથી રાજકોટ રહેવા આવ્યોએ છે. અગાઉ મોરબી રહેતો હતો અને ત્યાંા એક મહિલા સંચાલીત સ્પાણમાં નોકરી કરતો હતો. નોકરી કરતી વખતે તેને સંચાલક મહિલા સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ હાલમાં તે રાજકોટ રહેવા આવી ગયો હોઇ એ મહિલા રાજકોટમાં પત્નીથને છોડી પોતાની પાસે ફરીથી મોરબી આવી જવાનું કહી હેરાન કરતી હોઇ જેથી પોતે એસિડ પી ગયો હતો. હાલ કુવાડવા પોલીસે આક્ષેપો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *