Gujarat

*યાત્રાધામ અંબાજી ખાતે રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ ગુજરાત રાજ્ય પ્રમુખ ગોપાલગીરી મહારાજ દ્વારા દાંતા તાલુકા પ્રમુખ તરીકે વિક્રમ સરગરાની નિમણૂક કરાઈ..*

વિક્રમ સરગરાએ મહંત ગોપાલગીરી મહારાજના આશીર્વાદ લઈને જવાબદારી સ્વીકારી હતી.*
 ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલગીરી મહારાજે બનાસકાંઠા, દાંતા તાલુકા પ્રમુખ તરીકે વિક્રમ સરગરાની નિમણૂક કરી હતી આ પ્રસંગે દાંતા તાલુકાના તમામ પદાધિકારીઓ હાજર રહ્યા હતા સુરેશભાઈ જોશી અરવિંદભાઈ અગ્રવાલ મુકેશભાઈ સરગરા જીગરભાઈ દરજી નરેશભાઈ સરગરા અને હિતેશભાઈ શાસ્ત્રીજી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલગીરીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા ગોપાલગીરી મહારાજ દ્વારા ગૌ માતાની સેવાથી થતા આર્થિક લાભો, સામાજીક લાભો, પ્રકૃતિના લાભો અને ગૌમાતાની સેવાથી થતા આરોગ્ય લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ગો માતા ની સેવા એ જ જીવન છે, તે અંગે માહિતી આપવામાં આવી હતી અને સંગઠનને હજુ વધુ મજબૂત બનાવવું જોઈએ, આ વિષય પર ચર્ચા કરી હતી અને ગુજરાત રાજ્ય ગૌ રક્ષા સંઘના મહંત ગોપાલગીરી મહારાજના આશીર્વાદ લઈને વિક્રમ સરગરાએ જવાબદારી સ્વીકારી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *