વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને સમાહર્તાશ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા મતક્ષેત્રોમાં મતદારો માટે મતદાન જાગૃતિ અને મતદાન સહભાગીદારીતા માટે અનેક કાર્યક્રમો થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
આવો જ એક ઉમદા પ્રયાસ જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.ચેતન ત્રિવેદીની સૂચના મુજબ રજીસ્ટ્રાર ડો.મયંક સોની, મતદાર જાગૃતિ અભિયાનના કોર્ડીનેટર ડો.પરાગ દેવાણી અને સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.જયસિંહ ઝાલા દ્વારા યુનિવર્સિટી તેમજ તમામ કોલેજોના વિદ્યાર્થીઓને મતદાન માટે સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંકલ્પ પત્રો વાલીઓ પાસે ભરાવી અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. તે ઉપરાંત વિદ્યાર્થીઓને મતદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


