Gujarat

યુવતીની માંગણી ન સંતોષાતા ખોટી ફરિયાદ કરાઈ ઃ સુરજ ભૂવા

રાજકોટ
જૂનાગઢની યુવતીએ ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં આવી હતી. આથી પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. યુવતીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, જૂનાગઢના ભૂવા સુરજ સોલંકીએ ૧૦ મહિના સુધી મારા પર દુષ્કર્મ આચર્યું હતું. જેને પગલે સુરજ ભુવાએ લૂલો બચાવ બચાવ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, યુવતીની માંગણી ન સંતોષાતા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં મને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. મારા વિરૂદ્ધ જે ફરિયાદ થયેલી છે તે તદન ખોટી છે. મારી વિરૂદ્ધ ફરિયાદ કરનાર વ્યક્તિ સાથે મારે સારા સંબંધો હતા. મારી સાથેના સારા સંબંધનો તેણે ઘણી વખત ગેર ઉપયોગ કર્યો છે. તેણે મને માનસિક રીતે ભાંગી નાખ્યો છે. તે મારી પાસે ઘણી વખત જુદી જુદી ડિમાન્ડ કરતી હતી. મેં તેની અનેક ડિમાન્ડ પૂરી પણ કરી છે. ડિમાન્ડ ન સંતોષાતા તેણે મારી સાથે આ પ્રકારનું વર્તન અને ફરિયાદ કરી છે. મારાથી યુવતીની ડિમાન્ડ સંતોષાઈ તેમ નહોતી ત્યારે તેણે મને ડાઇવોર્સ આપવા મજબૂર કર્યો હતો. જેના પુરાવા મારી પાસે છે. મારી પાસે અવારનવાર પોતાની ડિમાન્ડ પૂરી કરાવવા તે પોતાના હાથમાં બ્લેડથી ચેકા મારી મને બ્લેકમેઇલ કરતી હતી. તેણીએ મને કહ્યું હતું કે, તું મને ૨૫ લાખ રૂપિયા અને એક ફ્લેટ લઈ દે, નહીંતર હું તારી વિરૂદ્ધ ખોટી ફરિયાદ કરી તને ફસાવી દઈશ. હાલ હું કેટલાક પુરાવા એકઠા કરી રહ્યો છું. પુરાવા એકઠા થયા બાદ હું સામે ચાલી પોલીસ સ્ટેશને પહોંચીશ. મહિલાએ દવા પીધા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક સુસાઈડ નોટ પણ અપલોડ કરી હતી. જેમાં તેણીએ સુરજ ભુવા અને તેના બંને મિત્રો કઈ રીતે હેરાન-પરેશાન કરતા હતા, કઈ જગ્યાએ મારકૂટ કરી હતી તે તમામ બાબતો જણાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *