Gujarat

યુવરાજસિંહ જાડેજા ના મુદે કઠલાલ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું

મકસુદ કારીગર,કઠલાલ
મામલતદાર કચેરી ખાતે આપેલ આવેદનપત્ર માં જણાવયું છે કે ગુજરાત રાજ્ય માં ગણા સમય થી સરકારી ભરતી પરીક્ષાઓ માં થતી ઘેરનીતિ અને પેપર લીક ના પુરાવા યુવરાજસિંહ જાડેજા એ મીડિયા ના માધ્યમ થી ઉજાગર કરી યુવાનો નો અવાજ ઉઠાવતા રહ્યાં છે ત્યારે યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉઠવામાં આવેલ અવાજ ના કારણે અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાની ફરજ પડી છે વિદ્યાર્થીઓ ના ભવિષ્યની સુરક્ષા માટે ન્યાય અપાવા લડત આપતાં રહ્યાં છે જેથી વિનતી છે કે રાજય ના યુવાનો ના પ્રશ્નો રજુ કરતા યુવરાજ સિંહ સરકાર ની મદદ કરે છે તેથી તેમને ન્યાય આપી સાચા ગુનેગારો ને પકડી યુવારજસિંહ પર લાગેલ 114,307, અને 332 ની કલમો હટાવી તેમને ધરપકડ માંથી મુક્ત કરવા બાબતે આવેદન પત્ર માં ઉલ્લેખ કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *