Gujarat

યુવરાજસિંહ જાડેજા પર ૩૦૭ અને ૩૩૨ની કલમો હેઠળ થયેલ ખોટા કેસો પરત ખેચવા અને ધરપકડમાંથી મુક્ત કરવા માંગ…

ઊના તાલુકા ગરાસીય ક્ષત્રિય રાજપુત સમાજ તેમજ રાજપુત કરણી સેના દ્રારા ના.કલેક્ટરને આવેદન પાઠવ્યુ.

ઊના યુવરાજસિંહ જાડેજા પર ૩૦૭ અને ૩૩૨ની કલમો હેઠળ થયેલ ખોટા કેસો પરત ખેચી લેવામાં આવે અને તાત્કાલીક ધરપકડ માંથી મુક્ત કરવા ગરાસીય ક્ષત્રિય રાજપુત સમાજના નવનિતસિંહ રાઠોડ, બહાદુરસિંહ રાઠોડ, કનુભા ચાવડા, મનહરસિંહ રાઠોડ, શૈલેશસિંહ રાજપુત, રિતેશસિંહ ચાવડા, તેમજ રાજપુત કરણી સેના સહીતના આગેવાનો યુવાનોએ મોટી સંખ્યામાં સુત્રોચાર સાથે પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવેલ હતું.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓના યેનકેન પ્રકારે થતાં ગોટાળાઓ અને પરીક્ષા પહેલાજ પેપર લીકના બનાવોને યુવરાજસિંહ જાડેજાએ મીડીયાના માધ્યમથી ઉજાગર કરી અવાજ ઉઠાવતા રહ્યાં છે. ત્યારે યુવરાજસિંહે ઉઠાવેલા અવાજના કારણે બિનસચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી હતી. સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે તેમણે ન્યાય અપાવવા બાબતે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતી અંગે યુવરાજસિંહ જાડેજા લડત આપી રહ્યાં છે. ગુજરાતમાં સરકારી ભરતીઓમાં થતાં કોંભાડોને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારની મદદ કરે છે. એમને ન્યાય આપીને સરકારે સાચા ગુનેગારોને પકડવા જોઇએ. અને યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્રારા ખોટી રીતે ૩૦૭ અને ૩૩૨ જેવા ગુનામાં ફીટ કરેલ હોય આવી કલમો હટાવીને તેમની ધરપકડમાંથી મુક્ત કરવા માંગ સમગ્ર ગુજરાતની સર્વે સામાજીક સંસ્થાઓ દ્રારા તાત્કાલીક યુવરાજસિંહ પર લગાવેલા ગુન્હાઓ દૂર કરવામાં આવે એને રિલીઝ કરવામાં આવે એની માંગણી કરવામાં આવે છે. સમગ્ર ગુજરાત રાજપૂત ક્ષત્રિય સમાજની સાથે સર્વે સમાજ અને લાખો વિદ્યાર્થીઓ યુરાજસિંહ જાડેજાની સાથે છે અને જરૂર પડશે. ત્યા એકના માટે મોટી લડત પણ આપવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

-પ્રકારે-થતાં-ગોટાળાઓ-અને-પરીક્ષા-પહેલાજ-પેપર-લીકના-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *