Gujarat

યે રિશ્તા કયા કહલાતા હૈ’ ફેમ મોહેના મા બનવાની છે

મુંબઈ
ટીવી એક્ટ્રેસ તથા મધ્યપ્રદેશના રેવાની રાજકુમારી મોહેના કુમારી સિંહના ઘરે નવું મહેમાન આવવાનું છે. મોહેનાએ સોશિયલ મીડિયા પર અમુક ફોટોઝ શેર કર્યા છે જેમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે. આ ફોટામાં તેનો પતિ સુયશ રાવત પણ છે. મોહેનાએ ઉત્તરાખંડના પર્યટન મંત્રી તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સુયશ રાવત સાથે ૧૪ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ હરિદ્વારમાં લગ્ન કર્યા હતા. મોહેના રેવાના મહારાજા પુષ્પરાજ સિંહ જુદેવની દીકરી છે. ઉલ્લેખનીય છે કે મોહેનાએ લગ્ન પહેલાં કહ્યું હતું કે લગ્ન થયા બાદ તે એક્ટિંગ ફિલ્ડને અલવિદા કહી દેશે. ‘યે રિશ્તા કયા કહલાતા હૈ’ મોહેનાની ચોથી સીરિયલ હતી. આ પહેલાં તે ‘દિલ દોસ્તી ડાન્સ’ અને ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ ૩’ની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. આ સાથે જ તેણે ‘ઝલક દિખ લા જા’ની સીઝન ૫,૬,૭ને કોરિયોગ્રાફ પણ કરી છે. ‘ફિયર ફાઇલ ૨’ પછી તે ‘યે રિશ્તા..’સાથે જાેડાઇ હતી. રેવાની રોયલ ફેમિલીમાંથી મોહેના એવી પહેલી યુવતી છે, જેણે રિયાલિટી શોમાં ભાગ લીધો હતો અને એક્ટિંગ વર્લ્‌ડમાં આવી હતી. મોહેના જ્યારે ટીવી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ની સિઝન ત્રણ માટે આવી હતી ત્યારે તે સામાન્ય લોકોની જેમ કલાકો સુધી લાઈન ઉભા રહ્યાં બાદ ઓડિશન આપ્યું હતું. આ ઓડિશનમાં મોહેનાએ ગીતા કપૂર, રેમો ડિસોઝ તથા ટેરેન્સ લુઈસને કહ્યું હતું કે તે રાજકુમારી છે.

mohena-kumari-pregnant.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *