Gujarat

રંગપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો.

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
 સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને આંગણવાડી તેમજ ધોરણ-૧ ના બાળકો નો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં તાલાળા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડ, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય રાજવીર સિંહ ઝાલા, સુત્રાપાડા તાલુકા પંચાયતના સદસ્ય બચુભાઈ મેર, ગામના સરપંચ સોમાભાઇ સાઉથ, ઉપસરપંચ ભરતભાઈ બારડ, એસ.એમ.સી ના અધ્યક્ષ જેઠાભાઈ પરમાર, ઉપાધ્યક્ષ જશુભાઈ વાજા, એસ.એમ.સીના સભ્યો તથા ગામના આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને નાના નાના ભૂલકાઓને આંગળી પકડીને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ભૂલકાઓને દફતર અને નોટબુક, પાણીની બોટલ બાળકોને ભેટ આપવામાં આવી હતી આ પ્રવેશ ઉત્સવમાં મુખ્ય અધિકારી સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારીશ્રી એસ.આઈ પરમાર સાહેબ તથા મદદનીશ ટીડીઓ ચાવડા સાહેબ તથા tpeo ધીરુભાઈ પરમાર, તેમજ બીઆરસી અને કેની શિક્ષણ ની હાજરીમાં યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમનું સફળ પૂર્વક નું આયોજન એસ.એમ.સી ના સભ્યો અને શાળાના સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થીઓના સહિયારા પ્રવાસથી કરવામાં આવેલ હતું આ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ તેમજ એસ.એમ.સી ના સભ્યો મિટિંગ બોલાવીને શાળાના વિકાસની ચર્ચા કરવામાં આવી હતી આ તકે શાળાના આચાર્ય પરમાર ધીરુભાઈ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

IMG-20220628-WA0448.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *