સુરત
રખડતા ઢોરો અંગે બનાવવામાં આવેલા બિલમાં કાયદાની કડક જાેગવાઇ છે. તે હળવી થવી જાેઈએ.આ માટે રાજ્ય સરકાર દ્વારા પણ રખડતા ઢોરો અંગે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.રખડતી ગાયો માટેની વ્યવસ્થા પાંજરાપોળમાં સરકાર દ્વારા કરવામાં આવી છે.ગાય દીઠ ત્રીસ રૂપિયા આપવાનો ર્નિણય પણ સરકારે કર્યો છે.આ સાથે રખડતા આખલાઓની વ્યવસ્થા પણ સરકાર કરી રહી છે. જેથી ખૂંટીયાઓની રહેવા સહિતની વ્યવસ્થા કરનારી સંસ્થાઓને પ્રતિદિવસ ૪૦ રૂપિયા આપવાનો ર્નિણય સરકારે કર્યો છે. રખડતા ઢોરો અંગે હાઇકોર્ટના નિર્દેશ છે. તે મુજબ પશુપાલકોએ ઘાંસચારા સહિત રહેવાની વ્યવસ્થા પણ જાતે કરવી જાેઈએ.છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં રખડતા ઢોરને લઈને બનેલા નવા કાયદાને લઈને વિવાદ શરૂ થયો છે. પશુપાલકોના વિરોધના પગલે રાજ્ય સરકાર દ્વારા કાયદો મોકૂફ રાખવાની તૈયારી દર્શાવવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર અંગે ટકોર કરતાં કહ્યું કે, પશુપાલકોએ પોતાની જવાબદારી સ્વીકારીને રખડતા ઢોર ન મૂકવા જાેઈએ. આ ટકોર પર પ્રતિક્રિયા આપતા સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે કહ્યું કે, નામદાર હાઈકોર્ટની ટકોર પણ છે. નિર્દેશ પણ કરાયા છે. જેને રાજ્ય સરકાર અમલમાં લાવશે. સાથે જ કાયદામાં જે કડક જાેગવાઈ છે તેને પણ હળવી કરવામાં આવશે. સાથે જ આદેશનું પણ પાલન કરવામાં આવશે. દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકા પાસે પોતાનો કાયદો છે. જેનું પાલન થઈ રહ્યું છે. હાઈકોર્ટને નિર્દેશ કર્યો છે કે, પશુપાલકોએ પોતાની જવાબદારી સ્વીકારને પશુઓને રખડતા ન મૂકવા જાેઈએ. સામાન્ય રીતે આપણે ત્યાં દરેક ઘરમાં ગાય છે. ત્યારે ગાયો રખડે નહી, પ્લાસ્ટિક જેવા પદાર્થ ખાઈ નહી તે સહિતની બાબતો જાેવી જાેઈએ. તેવી ટકોર કરી તેનું પાલન કરવામાં આવશે. હાઇકોર્ટનો નિર્દેશ છે કે, પશુપાલકોએ પોતાની જવાબદારી સ્વીકારી ગાયોના ચારો સહિતની વ્યવસ્થા કરવી જાેઈએ.


