Gujarat

રખડતા ઢોરના કારણે ડીસાના ખેંટવા પાસે રીક્ષા પલ્ટી જતા બે લોકોને ગંભીર ઈજા

ડીસા
રખડતા ઢોરના કારણે માર્ગ અકસ્માતમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર પણ આજે રખડતા ઢોરના કારણે વધુ એક અકસ્માતની ઘટના બની છે. જેમાં વહારા ગામે રહેતા બાબુભાઈ દેવીપુજક અને તેમની પત્ની ધનીબેન દેવીપુજક ખેંટવા ગામથી વહારા તરફ જઈ રહ્યા હતા. તે સમયે અચાનક રસ્તા વચ્ચે ગાય દોડી આવતા તેમણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષા પલટી ખાઈ રોડ પર પટકાતા તેમાં બેઠેલા પતિ પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે રખડતા ઢોરના કારણે સર્જાયેલા અકસ્માતથી રીક્ષા માલિકને મોટું નુકસાન વેઠવુ પડ્યું છેડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર આવેલ ખેંટવા ગામ પાસે આજે સોમવારે અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા છકડો રીક્ષા ચાલકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં રીક્ષા પલ્ટી ખાઈ જતા તેમાં બેઠેલા પતિ પત્નીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *