છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર અને મધ્યપ્રદેશને અડીને આવેલું રજુવાંટ જૂથ ગામ પંચાયત દ્વારા નાબાર્ડ તેમજ સોફ્ ફાઉન્ડેશન ટ્રસ્ટ, પંચાયતના સંયુક્ત થી આ વિસ્તારના 19 ગમોની આવડી લઈને લોકોને પોતાના નજીક વિસ્તારમાં જીવન જરૂરિયાત વસ્તુ મળી રહે તેના માટે હાટ બજારનું આજે લોકાર્પણ કરાયું છે, સંસ્થાના ટ્રસ્ટીઓ અને અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ હાટ બજારમાં નાબાર્ડ દ્વારા 15 લાખ 45 હજાર ફંડિંગ કર્યું હતું ટ્રાન્સકલેટ સીએસન માંથી 25 લાખનો ફંડિંગ મળ્યું હતું, સોફ ફાઉન્ડેશન દ્વારા 10 લાખ રૂપિયા વાપરીયા હતા, સાથે પંચાયત દ્વારા યોજનાઓ હેઠળ 9 લાખ ની સહાય કરવામાં આવી હતી, સાથે પંચાયત દ્વારા પીવાના પાણીની અને સામોહિક ટોયલેટ બ્લોકની વ્યવસ્થા પંચાયત દ્વારા કરવામાં આવી હતી અને પૂરી જમીનની લિવિંગ પંચાયત દ્વારા કરવામાં આવી હતી, આ વિસ્તારના લોકોને દૂર દૂર સુધી જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા માટે જવું પડતું હતું, જ્યારે આજે હાટ બજારનું લોકાર્પણ થતાં ૨૦ થી ૨૫ ગામોના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, સાથે ગામના સરપંચ અને આગેવાને જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારમાં રૂરલ હાટ બજાર ઘણા સમયથી ત્યાંના સ્થાનિક લોકોની માંગ હતી અને જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે છોટાઉદેપુર તેમજ અલીરાજપુર જવું પડતું હતું ત્યાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરીને જવું પડતું હતું 20 થી 25 ગામોના લોકોને આનો લાભ થશે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


