Gujarat

રન એન્ડ રાઇડર ગૃપનાં તરવરતા યુવક ધર્મેશ પટેલે વધુ એક મેરેથોન પૂર્ણ કરી               

ભરૂચ ખાતે યોજાયેલ ‘ભરૂચ મેરેથોન’માં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની ધર્મેશ પટેલે પાંચ કિલોમીટરમાં ભાગ લીધો હતો. ભરૂચમાં પ્રથમવાર યોજાયેલ આ મેરેથોનમાં મોટી સંખ્યામાં રનર્સ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.
               જીવનમાં સ્પોર્ટ્સનું મહત્વ સમજવા ઉપરાંત તેનો સ્વીકાર કરવા માટે અઠવાડિયામાં એક દિવસ આળસ છોડી પોતાનાં શરીરની તંદુરસ્તી માટે સદા તત્પર રહેવું જરૂરી છે. આવી હકારાત્મક વિચારસરણી ધરાવતા વિવિધ જગ્યાએ યોજાતી સાયકલિંગ, મેરેથોન જેવી અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈને ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં ધર્મેશ પટેલે નોંધનીય પ્રગતિ કરી 8 જેટલાં એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. જેમને આ તબક્કે ગામનાં સરપંચ, પંચાયત સભ્યો તથા રન એન્ડ રાઇડર ગૃપનાં સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતાં.

IMG-20220918-WA0092.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *