રશિયા
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના એક નવા વીડિયોએ તેમના સ્વાસ્થ્યને લઇને નવી ચિંતાઓ ઉભી કરી દીધી છે. સમાચાર છે કે તે બ્લડ કેન્સરથી પીડિત છે. ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ક્રેમલિનમાં એક પુરસ્કાર સમારોહમાં હાજર હતા, જ્યાં તે હલી રહ્યા હતા અને ઉભા રહેવામાં તકલીફ પડી રહી હતી. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પોડિયમ પાસે ઉભા રહીને ભાષણ આપી રહ્યા છે અને પોતાના પગ હલાવતા જાેવા મળી રહ્યા છે. પુતિનના ડોક્ટરોએ તેમને સલાહ આપી છે કે તે પોતાના અસ્થિર સ્વાસ્થ્યના કારણે લાંબા સમય સુધી સાર્વજનિક રૂપથી ક્યાંય હાજર ન રહે. પરંતુ તેમછતાં પણ પુતિન એક સાર્વજનિક કાર્યક્રમમાં જાેવા મળે છે. રશિયન રાષ્ટ્રપતિનું સ્વાસ્થ્ય હંમેશા દુનિયાભર માટે ચર્ચાનો વિષય રહે છે અને જ્યારે યૂક્રેન પર આક્રમણ શરૂ થયું છે, ત્યારથી તો અફવાઓ ચાલી રહી છે કે તે ગંભીરરૂપથી બિમાર છે. રશિયાના નેતાનું એક વિશેષ સહયોગી છે જે પુતિનના વિદેશમાં હોવાથી તેમનું મળ અને મૂત્ર એકત્ર કરે છે અને તેને માસ્કોમાં નિપટાવવા માટે પરત લાવે છે. એ ડર છે કે તેમના મળમૂત્રને પાછળ છોડવાથી પુતિનના સ્વાસ્થ વિશે વધુ જાણકારી સામે આવી શકે છે. ગત મહિને એક રશિયન નેતાએ કહ્યું હતું કે પુતિન બ્લડ કેન્સરથી પીડિત છે.
