રાજકોટ
રાજકોટ મનપા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત પોપટપરા, રેલનગર વિસ્તારમાં ઝાંસીની રાણી ટાઉનશીપ બનાવવામાં આવેલ છે. જેમાં ભાડુઆત અંગેનું ચેકિંગ કરવામાં આવતા એફ-૨૨ અને એચ-૩૨ નંબરના આવાસોમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા માલુમ પડેલ હોવાથી નોટીસો આપવામાં આવેલ હતી. જેથી મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સુચના અન્વયે બંને આવાસો સીલ કરવામાં આવ્યા હતા.રાજકોટમાં રામવન ખાતે હાલ વિવિધ એજન્સીઓ દ્વારા સ્કલ્પચર, સિવિલ, ગાર્ડન, રોશની વિગેરે કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને તમામ એજન્સીઓને ઝડપી અને ચોમાસા પહેલા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી. પીજીવીસીએલ દ્વારા ઈલેક્ટ્રીક વાયર / પોલ તાત્કાલિક શિફ્ટ કરવામાં આવતા રામવનમાં ચાલી રહેલી અન્ય કામગીરી વધુ ઝડપી બની શકી છે.રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે. છતાં પણ પોપટપરામાં રાણી ટાઉનશીપમાં મૂળ માલિકે પોતાના આવાસ ભાડેથી આપી દીધાનું બહાર આવતા ૨ને આવાસ સીલ કરવામાં આવ્યા હતા.


