રાજકોટ શહેરમાં લિયો લાયન્સ અને જય સરદાર ગ્રૂપ દ્વાર નવરાત્રી અલગ અંદાજથી ભવ્યાતિ ભવ્ય , અદભુત અયોજન કરવામાં આવે છે ૧૫ વર્ષની સફળતા બાદ લિયો લાયન્સ અને જય સરદાર ગ્રૂપ નવરાત્રી મહોત્સવમાં ૪૦૦૦થી વધુ ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં નવરાત્રી માણે તે માટેનું રાજકોટ શહેરમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર અમીન માર્ગ કોર્નર પર જાજરમાન અયોજન કરવામા આવ્યું છે
જેમાં સંપૂર્ણ પારિવારિક વતાવરણ સાથે પ્રાચીન – અર્વાચીન સંગીતનો અનેરો સમન્વય અને ૧.૫ લાખ વોટ ની જે.બી.એલ. લાઈન એરર સાઉન્ડ સિસ્ટમ ના સથવારે ખેલૈયાઓ ગરબે ઝુમશે ખેલૈયાઓ ઉત્સુક રીતે ગરબા રમી શકે તે માટે ખૂબજ સારી વ્યવસ્થા કરવામાં આવી છે ગ્રાઉન્ડ માં અણઘટના ના બને તે માટે અમુક અંતર પર બાઉન્સર ની ટીમ રાખવામાં આવી છે જે ખેલૈયાઓ સારું રમે તેને શિલ્ડ અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે સમગ્ર આયોજન જયેશભાઈ પટેલ અને પંકજભાઈ દોંગા જય સરદાર ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યુ છે
અહેવાલ – નિખીલ ભોજાણી

