Gujarat

રાજકોટના આજી ડેમમાં તિરંગા સાથે બોટિંગ અને સ્વિમિંગ કરી અવનવા કરતબો કર્યા

રાજકોટ
દેશમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. જેમાં આજથી ૩ દિવસ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશવાસીઓ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં એસઆરપી જૂથ ૧૩ના એસડીઆરએફ ટીમનાં જવાનો અને અધિકારીઓ દ્વારા આજી ડેમ ખાતે બોટિંગ અને સ્વિમિંગ કરી તિરંગો લહેરાવી અનવના કરતબો કર્યા હતા. ‘હર ઘર તિરંગા’ અભિયાનને આગળ વધારવા માટે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ રાજકોટ શહેરના આજી ડેમ ખાતે આજ રોજ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજકોટ એસઆરપી જૂથ ૧૩ની એસડીઆરએફ ટીમના જવાનો અને અધિકારીઓ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ એસડીઆરએફ ટીમ દ્વારા આજી ડેમ ખાતે બોટિંગ તેમજ સ્વિમિંગ કરી હાથમાં તિરંગો લહેરાવી આજના દિવસની અનોખી ઉજવણી કરી હતી. કેન્દ્ર સરકારની સૂચનાના પગલે આજે સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજ રોજ કુદરતી આફત સમયે લોકોની વ્હારે આવી લોકોના જીવ બચાવતી એસડીઆરએફની ટીમ દ્વારા આજી ડેમમાં બોટિંગ તેમજ સ્વિમિંગ કરી હાથમાં તિરંગો લહેરાવી આ અભિયાનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે એસડીઆરએફના જવાનો દ્વારા પાણીની અંદર હાથમાં ઉપર તિરંગો લહેરાવી અવનવા કરતબો રજૂ કરી ડેમ ખાતે ફરવા આવતા સહેલાણીઓના દિલ જીતી લીધા હતા અને રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જી દીધો હતો.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *