રાજકોટ
લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કરીને રાજકોટના ગાયક કલાકાર ભૂપેન્દ્રભાઈ વસાવડાએ લતાજીનું મંદિર બને એ માટેનો સંકલ્પ લીધો છે. લતાજી સાથેના પોતાનાં ૬૮ વર્ષનાં સંસ્મરણો વાગોળ્યા’તા અને જણાવ્યું હતું કે તેમણે ૧૨ વર્ષની ઉંમરે લતાજીના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અમદાવાદમાં આયોજિત એક સુગમ સંગીત સ્પર્ધામાં તેને ભાગ લીધો હતો. ત્યારે લતાજીને તેનું ગીત પસંદ આવી જતાં તેની પાસે બીજું ગીત ગવડાવ્યું હતું અને તેનણે લતાજીના ઘરે ગણેશોત્સવમાં દર્શનનો લહાવો પણ લીધો હતો. ૧૯૫૪ની સાલમાં અમદાવાદમાં ગીત સ્પર્ધા હતી. તેમાં લતાદીદી જજ હતા. ત્યાર પછી તેનો લતાદીદી સાથેનો સંર્પક રહ્યો હતો. ગણેશોત્સવામાં ગણેશજી ઉપરાંત લતાદીદીના પણ દર્શન થતા હતા. ગણેશોત્સવ માટે પ્રસાદીમાં રાજકોટના પેંડા લઈને જતો હતો.’ મંદિર બનાવવા અંગે તેણે જણાવ્યું હતું કે તે ૬ મહિનામાં નાનું કે મોટું જે શક્ય હશે એ મંદિર બનાવશે. મંદિરમાં લતાજીની મૂર્તિ સ્થાપિત કરશે. મંદિરથી સંગીતના સાધકો જાેડાઈ શકશે. ભૂપતભાઇને જ્યારે ગોલ્ડ મેડલ મળ્યો હતો ત્યારે તેઓ ૧૨ વર્ષના હતા, અત્યારે ૮૦ વર્ષના છે.