રાજકોટ
રાજકોટ ના ગોંડલ રોડ પર આવેલ પાસપોર્ટ ઓફિસવાળા રસ્તા પર ઉદ્યોગનગર કોલોનીમાં રહેતી મહિલા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં પૂર્વ જમાઈ ધવલ ઉર્ફે ધર્મેશ ભુપતભાઈ વાઘેલાનું નામ આપતા કલમ ૩૨૬,૩૨૪ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરોપીને સકંજામાં લઇ આગળ ની કાર્યવાહી શરુ કરી હતી, ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે છૂટાછેડા લઈ લીધા હોવા છતાં પૂર્વ જમાઈ ધવલ દીકરીને લઈ જવા દબાણ કરતો હતો. તેમજ મહિલા અને તેના દીકરા પર કુહાડીથી હુમલો કર્યો હતો. હું પરિવાર સાથે રહું છું અને મારા પતિ દૂધનો વેપાર કરે છે. તેમજ અમારે સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. જેમાં મોટી દીકરીના લગ્ન ૨૦૦૯માં ધવલ ઉર્ફે ધર્મેશ ભુપતભાઇ વાઘેલા સાથે થયા હતા અને અને આ મારી દીકરીને સંતાનમા એક દીકરી છે. દીકરીના લગ્ન બાદ તેનો પતિ ધવલ મારી દીકરી પર શંકા કુશંકા કરતો હોય ૨૦૧૪માં મારી દીકરીએ ધર્મેશ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. અને બંનેને સંતાનમાં થયેલી દીકરીનો મારા જમાઈ ધવલે કોર્ટમાંથી કબ્જાે લઇ લીધેલ ત્યારથી તે તેની સાથે જ રહે છે. ત્યારબાદ મારી દીકરીના ૨૦૧૫માં મીઠાપુરમાં લગ્ન થયા હતા. જેનાથી સંતાનમાં એક દીકરી છે. બાદમાં મારી દીકરીને તેના બીજા પતિ સાથે મનમેળ ન થતા ત્યાં પણ છૂટાછેડા થઈ ગયા હતા. આથી મારી દીકરી તેની દીકરી સાથે મારા ઘરે આવી ગઈ હતી. ત્યારથી મારી દીકરી અમારી સાથે જ રહે છે અને દીકરી અમારા ઘરે હોય તેનો પહેલો પતિ ધવલ વારંવાર અમારા ઘરે આવી દિકરીને તેની સાથે આવવા કહેતો હતો. પરંતુ મારી દીકરી તેની સાથે જવા માગતી ના હોય ધવલ સાથે ગઈ નહોતી. આથી ધવલ મારી દીકરી સાથે અવારનવાર બોલાચાલી તથા માથાકૂટ કરતો હતો. મારી દીકરી, તેની દીકરી અને મારા દિયરની દીકરી ચાલીને માનતા પુરી કરવા માટે વિશ્વેશ્વર મહાદેવની પાછળ આવેલા દશામાના મંદિરે જતા હતા. દરમિયાન અમે મવડી ઓવરબ્રિજ ઉતરતા સ્વાશ્રય સોસાયટીના કોમ્યુનિટી હોલની દીવાલ પાસે પહોંચતા ધવલ બાઈક લઈને બાજુની શેરીમાંથી નીકળ્યો અને હાથમાં કુહાડી હોય મારી દીકરીની પીઠમાં કુહાડીનો એક ઘા મારી દેતા તે નીચે પડી ગઈ હતી. હું તેને ઉભી કરવા જતાં ધવલે કુહાડી વડે મને કપાળના ભાગે એક ઘા મારી દીધો હતો. બાદમાં લોકો ભેગા થઈ જતા આરોપી નાસી ગયો હતો અને અમોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.