રાજકોટ
રાજકોટમાં રોજબરોજ ક્યાંકને ક્યાંક આત્મહત્યા, લુંટ, ધાકધમકી, ચોરીના બનાવ વધી ગયા છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં રહેતા વિદ્યાર્થીએ રાતે ઘર નજીક આવેલા બગીચામાં જઇ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમન નગર પોલીસમાં જાણ કરી હતી. વિદ્યાર્થીલના પિતા જીલ્લા પંચાયતની કેન્ટીનમાં કામ કરે છે. વિદ્યાર્થીએ તાજેતરમાં જ ધોરણ-૧૦ની પરિક્ષામાં પાસ થયો છે. પોલીસ અને પરિવારજનોની વિસ્તૃત પુછતાછમાં તેણે મગજ ભમતો હોવાથી ફિનાઇલ પી લીધુ હોવાનું જણાવ્યું હતું.
