Gujarat

રાજકોટમાં એક વ્યક્તિએ જૂની ટ્રક આરટીઓમાં જમા કરાવી પણ ઘરનું નામ ટ્રકના નંબર પરથી રાખ્યું

રાજકોટ
એક વર્ષ પૂર્વે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી છે, જેમાં ૧૫ વર્ષથી વધુ જૂનાં વાહનોને સ્ક્રેપ માટે મોકલવાનાં હતા. સ્ક્રેપ પોલિસી અંતર્ગત રાજકોટના રાજેશભાઈ મૈયડે પોતાની ૩૫ વર્ષ જૂની ટ્રક આરટીઓમાં જમા કરાવી હતી, પરંતુ ટ્રક સાથે તેમની માયા જાેડાયેલી હતી, એટલે ટ્રકને જમા કરાવ્યા બાદ જે રીતે લોકો પોતાનાં સંતાનોના નામથી ઘરનું નામ રાખે છે એ જ રીતે રાજેશભાઈએ પોતાની ટ્રકના નંબર પરથી પોતાના ઘરનું નામ જીકયુવાય ૪૬૧૮ રાખી દીધું. આ અંગે રાજેશભાઈ ગોવિંદભાઈ મૈયડે મીડિયાને જણાવ્યું હતું કે મારી પાસે ૧૯૮૮નું મોડલ હતું. આ ગાડી ૩૫ વર્ષ જૂની થઈ ગઈ હતી, એટલે મેં વિચાર્યુ કે સરકાર નિયમ પ્રમાણે જે ૧૫ પછી જમા કરવી અને સરકારે પણ નિયમ બનાવ્યો છે કે ૧૫ વર્ષ પછી ગાડી જમા કરાવે તો તેને જીએસટી જે લાગુ પડે એમાંથી અઢી લાખ રૂપિયા તમને મળે. તેમણે વધુમાં કહ્યું હતું કે જેથી મેં વિચાર કર્યો કે આ સમયની અંદર આ ગાડી જૂની થઈ ગઈ છે. ટ્રાફિકમાં અડચણરૂપ થાય અને જૂની ગાડી પ્રદૂષણ વધારે છે. લોકોને શ્વાસમાં પણ તકલીફ પડે, એટલે મેં આ વિચારીને આરટીઓની અંદર આ ગાડી જમા કરી, પણ હવે આ સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ૧૫ વર્ષ પછી આ કોઈ જૂની ગાડી જમા કરાવે અને એમાંથી તેને જે અઢી લાખ રૂપિયા મળે એ આપે કે જે જીએસટી બાદ મળે એ આપે, જેથી જેમની પાસે જૂની ગાડી છે તે સરકારમાં જમા કરાવી દે. તેમણે જણાવ્યું હતું કે આ સાથે જ તેમણે લોકોને પણ વિનંતી કરતાં જણાવ્યું હતું કે જેની પાસે ૧૫ વર્ષ જૂની ગાડી છે તેઓ જેમ બને એમ જમા કરાવી દે, જેથી તેને સર્ટિ. મળે અને પોતાનું નામ પોતાની પાસે જ રહે. મારા ઘરનું નામ વૃંદાવન હતું, પણ હવે મેં એનું નામ જીકયુવાય ૪૬૧૮, કારણ કે ઘણા ભગવાનના નામ રાખે, ઘણા છોકરાના નામ રાખે, પણ મેં મકાનની ઉપર જીકયુ ૪૬૧૮ છે, જેનો મને વિચાર આવ્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું હતું, કારણ કે ૧૫ વર્ષ જૂની ગાડી બીજા લોકોને નુકસાન કરે. જેથી લોકોને નુકસાન ન પહોંચે એ માટે મેં આરટીઓમાં ગાડી જમા કરાવી છે. મેં આ ગાડી થકી ૩૫ વર્ષ વ્યવસાય કર્યો છે, જેનાથી મેં ઘણી પ્રગતિ પણ કરી છે. આ ગાડીએ ક્યારેય અમને હેરાન કર્યા નથી. ગાડી નથી રહી અમારી પાસે એટલે અમને દુઃખ છે, પણ અમે સરકારના નિયમને ફોલો કરીને આ બધું કર્યું છે એવું તેમણે જણાવ્યું હતું. આ પોલિસીમાં ૧૫ અને ૨૦ વર્ષ જૂની ગાડીઓને સ્ક્રેપમાં આપવી પડશે. કોમર્શિયલ ગાડીઓને ૧૫ વર્ષ પછી અને પ્રાઈવેટ વાહનોને ૨૦ વર્ષ પછી સ્ક્રેપ જાહેર કરવામાં આવશે. આટલા સમય પછી કારનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ જશે. આ સંજાેગોમાં એને સ્ક્રેપમાં આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ બાકી રહેશે નહીં. આ પોલિસીને કારણે કાર-માલિકને કેશની સાથે સરકાર તરફથી નવી કાર ખરીદવામાં સબસિડી પણ મળે છે. જાે તમારી પાસે કાર છે અને એ ૧૫થી ૨૦ વર્ષ જૂની થઈ ગઈ છે. તો એને ચોક્ક્‌સ સમયે ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર અથવા રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીને સોંપવી પડશે. કાર ઓનરને જરૂરી ડોક્યુમેન્ટ, જેવા કે ઈન્શ્યોરન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પેનકાર્ડ, આધારકાર્ડ પણ દર્શાવવાં પડશે. તમારી કાર સ્ક્રેપ કરતાં અમુક કેશ પણ આપવામાં આવશે. આ પોલિસી અંતર્ગત ગાડીને એની ઉંમર જાેઈને જ સ્ક્રેપ નહીં કરાય, પરંતુ તેના ફિટનેસ સર્ટિફિકેટમાં જાે એ અનફિટ સાબિત થશે તોપણ એને સ્ક્રેપ કરવામાં આવશે. ગુજરાતનું ઓટો ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ દર મહિને ૨૨૦૦ કરોડથી વધુ છે, જેમાં સરેરાશ દર મહિને ૨૩૦૦૦થી વધુ પેસેન્જર વાહનો (કાર) અને ૬૦૦૦૦થી વધુ ટૂ-વ્હીલરનું વેચાણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કુલ વેચાણ થતાં વાહનોમાં અમદાવાદનો હિસ્સો ૨૫-૩૦ ટકા રહ્યો છે. અમદાવાદ આસપાસના ૧૦૦ કિલોમીટરમાં ટોચની ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં મેન્યુફેક્ચરિંગ કામગીરી થઇ રહી છે. સ્ક્રેપેજ પોલિસીની સાથે-સાથે ઇલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગુજરાત ઓટો-એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝમાં હબ છે, જે ઇલેક્ટ્રિક વાહનોના મેન્યુફેક્ચરિંગમાં પણ હબ બનીને ઊભરશે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *