રાજકોટ
રાજકોટમાં છરીની અણીએ પતિ મહિલા પર બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. અને તેના દિયર અને પતિના મિત્રએ ચોકી પહેરો કર્યો હતો. આ સમગ્ર મામલે મહિલાએ રાજકોટ તાલુકા પોલીસમાં તેના પતિ ડાયાનાથાભાઇ સોલંકી, દિયર રૂડા નાથાભાઇ સોલંકી અને ડાયાભાઇના મિત્ર છોટુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેના આધારે પોલીસે ૩૭૬, ૩૭૬(૨)(હ), ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪ અને જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝગડો અને મારપીટ કરતો હતો આ અંગે મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન ૮ વર્ષ પહેલા ખીમાભાઈ પીઠીયા પોરબંદરવાળા સાથે થયેલા હતા પરંતુ સંબંધમાં અણબનાવ તથા તેની સાથે છુટાછેડા લીધા હતા. જે બાદ આજથી ૩ વર્ષ અગાઉ ખાખરાવાડી મેલડી માતાના મંદીરે ડાહ્યા નાથાભાઈ સોલંકી સાથે મારા લગ્ન થયેલા અને લગ્ન હું ડાહ્યા સાથે તેના ઘરે રહેવા માટે ગઈ હતી. બે વર્ષ સુધી અમો બંને પતિ-પત્નિ તરીકે સારી રીતે સાથે રહેલા બાદ મારા પતિ એક વર્ષથી કોઈ કારણ વગર નાની-નાની વાતોથી ઝગડો અને મારપીટ કરતો હતો. જેથી મેં મારા પતિ વિરૂધ્ધ આઠ મહીના પહેલા મહીલા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજસુધી હું પતિ સાથે રહેતા નથી અને હુ એકલી જ રહુ છું. તારીખ.૨૦-૧૨-૨૦૨૨ના રોજ સવારના હુ મારા ઘરે બાથરૂમ કરવા માટે ગયેલ હતી ત્યારે મારા પતિ ડાહ્યો,તેનો મિત્ર છોટુ તથા મારો દિયર રૂડો ધાબા ઉપરથી ઘરમાં ઘુસી આવ્યા હતા. અને બાથરૂમના દરવાજાને પગથી લાતો મારી બાથરૂમનો દરવાજાે તોડી નાખ્યો અને મને બાથરૂમમાંથી બહાર કાઢી મારા વાળ ખેંચીને ઘરના બેડરૂમમાં લઈ ગયા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ત્રણેય જણા ભેગા મળી લાકડીથી મારા સાથળના ભાગે તથા બાજુના ભાગે તથા પગના ભાગે માર મારેલ હતો અને છોટુ તથા રૂડાની હાજરીમાં મારા પતિએ મારા કપડા કાઢી મને છરી બતાવીને જબરજસ્તીથી મારી સાથે મારી મરજી વિરુધ્ધ શરીર સંબધ બાંધ્યો હતો. એ વખતે પેલા બન્નેએ ચોકી પહેરો કર્યો હતો અને મને અપશબ્દો આપ્યા હતા. જે બાદ રૂડા તથા છોટુ ઘટનો દરવાજાે બહારથી દરવાજાે બંધ કરી ચાલ્યા ગયેલ હતા અને અગીયારેક વાગ્યા આસપાસ ચા-પાણી દઇને ચાલ્યા ગયા હતા ત્યારબાદ રાત્રીના મારા પતીએ તેના મિત્ર છોટુને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા. અને મને ‘ચાલ તને દવા લેવા લઇ જાય’ તેમન કહીને મને ઇકો ગાડી બંધાવીને બહાર લઈ ગયા હતા. જ્યાં મને ડાયાએ છરી બતાવીને કહ્યું હતું કે, ‘બહાર કોઇને કહીશ તો તને જીવતી નહી છોડુ’ એ બાદ મને રાજકોટ કાંતા વિકાસ ગૃહની આજુબાજુમાં આવેલ એક ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ગેસ્ટ હાઉસમાં મારૂ આધાર કાર્ડ લઇ એન્ટ્રી પણ કરેલ હતી અને ત્યાં મને એક રૂમમાં લઇ જઇ અને ડાયાએ મારી સાથે ફરીથી જબરજસ્તીથી મરજી વિરુધ્ધ શરીર સંબધ બાંધ્યો હતો. એ વખતે રૂડો તથા છોટુ બહાર ચોકીર પહેરો કરી રહ્યા હતા. અને મને છોટુએ દુખાવાની દવા આપી હતી. જેના કારણે મને ઊંઘ આવી ગઈ હતી અને હું વહેલી સવારે જાગી જતા ત્યાંથી ભાગી ગઈ હતી અને પણ ડાયાની ધમકીથી ડરીને મેં ફરિયાદ ન કરી હતી. હવે મને હિંમત આવી છે. જેથી હું ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છું.


