રાજકોટ
રાજકોટની પરિણીતાના લગ્ન ૨૦૧૬ માં સમાજના રીત રિવાજ મુજબ થયેલ હતા અને અમારે હાલ સંતાનમાં હાલ ત્રણ વર્ષનો એક દિકરો છે.આશરે એકાદ વર્ષ પહેલા હુ અમારા પડોશમાં રહેતા રાજેશકુમાર પ્રવીણભાઇ જાેટાણીયા સાથે ઓળખાણમાં આવેલ હતી અને તે અમારા પાડોશી હોય અને તેઓ ૨૦૧૯ માં આર્મીમાંથી નિવૃત થયેલ હતા અને અમારા પાડોશી હોવાથી તેઓ અવાર નવાર મારા ઘરે આવતા હતા અને અમારા દિકરા સાથે રમતા હતા બાદ આજથી આશરે આઠેક મહિના પહેલા આ રાજેશકુમાર અમારા ઘરે આવેલ અને હુ તથા મારો દિકરો ઘરે હતા અને તેઓ મારા દિકરાને રમાડવા લાગેલ અને હુ બાજુમાં બેઠેલ હતી. વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, ત્યારબાદ આ રાજેશકુમાર મારા શરીરે અડપલા કરવા લાગેલ જેથી મેં તેમને ના પાડવા છતા મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યા હતા અને જબરદસ્તી મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને રાજેશકુમારે મને ધમકી આપતા કે આ વાત કોઇને કહેતી નહી નહીતર હુ તને સમાજમાં બદનામ કરી નાખીશ. વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, સમાજમા આબરૂના બીકે મે કોઇને વાત કરેલ નહી બાદ તેઓ અવાર નવાર અમારા ઘરે આવતો હતો અને ધમકી આપી મારી સાથે શરીર સંબંધ બાંધતો હતો અને આ રાજેશ ઘણી વાર તેના ઘરે કોઇ હોય નહી ત્યારે મને બોલાવતો હતો અને મારી સાથે શરીર સંબંધ બાંધતો હતો. જેથી આ વાતથી અને રાજેશના વર્તનથી કંટાળી મે મારા મમ્મીને કરતા તેણે મને હિંમત આપેલ અને મારા પતિને આ વાત કહેલ બાદ અમે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ તાલુકા પોલીસે ફરિયાદના આધારે નિવૃત આર્મીમેન આરોપીની ધરપકડ કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.રાજકોટમાં વધતી જતી ગુનાખોરીને પગલે આજે વધુ બે બળાત્કારની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે જેમાં મવડી ગુરૂકુળ રોડ પર સ્વામીનારાયણ પાર્કમાં નિવૃત્ત ફૌજીએ પુત્રને રમાડવાના બહાને ઘરમાં જઇ પાડોશીએ મહીલા પર બળાત્કાર ગુજારી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે નિવૃત આર્મીમેન આરોપીની ધરપકડ કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.


