Gujarat

રાજકોટમાં પિતાએ ઠપકો આપતા પુત્રએ આત્મહત્યા કરતા પિતાએ પણ આત્મહત્યા કરી

રાજકોટ
રાજકોટના કુવાડવા રોડ લાતી પ્લોટમાં રહેતા કલ્પેશ સુરેશભાઈ માલકીયા (ઉ.વ.૨૦) અને તેના પિતા સુરેશભાઈ બાબુભાઈ (ઉ.વ.૫૦)એ આપઘાતનો પ્રયાસ કરતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર બનાવની કુવાડવા પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બન્ને ચાંદીકામની મજૂરી કરે છે. કલ્પેશને ખરાબ મિત્રોની સંગત હોય માટે પિતાએ મિત્રોની સંગત છોડી દેવા ઠપકો આપતા કલ્પેશે પોતાની જાતે પેટમાં છરી ભોંકી હતી અને પિતાએ કહ્યું કે તારી પહેલા હું જ મરી જઈશ તેમ કહી કેરોસીન પીધું હતું. આ અંગે હાલ પોલીસ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટ શહેરના કુવાડવા રોડ પર લાતી પ્લોટમાં પિતાએ મિત્રોની સંગત છોડી દેવા ઠપકો આપતા પુત્રએ પોતાની જાતે પેટમાં છરી ભોંકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પિતાએ પણ કેરોસીન પી આપઘાતનો પ્રયાસ કરતા બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે પોલીસે બન્નેને નિવેદન લેવા તજવીજ આદરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *