રાજકોટ
રાજકોટ શહેરના કોઠારિયા રોડ, મિલપરા, પ્રહલાદ પ્લોટ સહિત વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર ૧ ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં ૪૨ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શિયાણી સોસાયટી, સાગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, ભવાની ચોક, ગોકુલનગર, બિશ્મિલ્લા પાર્ક, તક્ષશિલા, કેનાલ રોડ, ભૂપેન્દ્ર રોડ, કોઠારિયા નાકા, દિવાનપરા, સોની બજાર, પેલેસ રોડ, ભક્તિનગર સોસાયટી, ભક્તિનગર સર્કલ પાસનો વિસ્તાર, કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી, સોરઠિયાવાડી સર્કલ સહિત વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શરૂ કરવામાં આવેલી ચેકિંગ ડ્રાઇવમાં રાજકોટ શહેરના ૧૧ કેવી ભક્તિનગર, ૧૧ કેવી ૮૦ ફૂટ રોડ, ૧૧ કેવી ઉદ્યોગનગર, ૧૧ કેવી અમી ધારા, ૧૧ કેવી સોની બજાર, અને ૧૧ કેવી પેલેસ રોડ ફીડર આવરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પીજીવીસીએલના ચેકિંગ દરમિયાન ૧૦૮૬ કનેક્શન ચેક કરી ૧૧૫ ક્નેક્શનમાંથી વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ૧૧૫ કનેક્શનમાંથી કુલ ૨૧.૦૭ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે વહેલી સવારથી વીજચોરી ઝડપી લેવા માટે પીજીવીસીએલની અલગ અલગ ૧૦૩ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોર્પોરેટ ઓફિસની સુચના બાદ સવારે ૮ વાગ્યાથી રાજકોટ, બોટાદ અને ભૂજ ડિવિઝનમાં પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં જ ૪૨ ટીમ સવારથી ભૂપેન્દ્ર રોડ, કોઠારિયા નાકા, દિવાનપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં ચેકિંગ માટે ઉતરી છે.
