રાજકોટ
રાજકોટમાં રહેતા અંકુર કાકડિયાએ પોતાની ઇનોવા કાર જીજે-૦૩-જેઆર-૬૨૫૩ વેચવાની હોય ઓનલાઇન પ્લેૈટફોર્મ ઓએલએક્ષ અને ફેસબૂક પર કારના ફોટા સાથેની જાહેરાત મૂકી હતી. આને આધારે ૧૯ જાન્યુઆરીના રોજ એક શખસે અંકુરનો ફોનથી સંપર્ક કરી પોતાનું નામ રવિરાજસિંહ જાડેજા હોવાનું અને કાર ગમતી હોવાની વાત કરી હતી. એ પછી ફરી વખત ૨૬ જાન્યુઆરીના રોજ ફોન કરી કાર ગમે જ છે અને લેવી જ છે કહી ટેસ્ટ. ડ્રાઇવ માટે આવશે તેવી વાત કરી વિશ્વાસ કેળવ્યો હતો. તારીખ ૧ ફેબ્રુઆરીના રોજ સાંજે પોણા સાતેક વાગ્યેવ રવિરાજસિંહે ફરીથી અંકુરને ફોન કરી કાર લઇને મવડી ચોકડી ૮૦ ફૂટ રોડ વગડ ચોકમાં આવી જવા કહેતાં અંકુર ત્યાંિ પહોંચ્યોુ હતો. ત્યાંા ઉભેલા શખસે પોતે રવિરાજસિંહ હોવાનું કહ્યું હતું. તેની સાથે અન્યિ એક શખસ પણ હતો. આ બંનેએ ટેસ્ટ ડ્રાઇવના બહાને અંકુર પટેલેને કારમાં બેસાડ્યો હતો અને કાર આગળ હંકારી હતી. કાર વધુ આગળ લઇ જવાતા અંકુરને શંકા ઉપજતાં તેણે કાર પાછી વાળી લેવા કહ્યું હતું. પણ ચાલકે હજુ વધુ દૂર સુધી હંકારવી પડશે તેમ કહી પાળ ગામ તરફના રોડ સુધી કાર હંકારી હતી. એ પછી અવાવરૂ જેવી જગ્યાવ આવતાં રવિરાજસિંહે છરી કાઢી હતી અને છાનોમાનો બેઠો રહેજે, કંઇ બોલતો નહીં કહી ડરાવી ધમકાવી લાફા મારી લીધા હતાં અને તેનો રૂા. ૧૫ હજારનો મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. આ કારણે અંકુર ખુબ ગભરાય ગયો હતો. એ દરમિયાન કારની આગળ ટ્રક આવતાં કાર ધીમી પાડવામાં આવતાં અંકુરે ચાલુ કારમાંથી છલાંગ મારી દીધી હતી. એ પછી રવિરાજસિંહ અને તેની સાથેનો શખસ ૧૮ લાખની કાર અને ૧૫ હજારનો મોબાઇલ લૂંટી ભાગી ગયા હતા. આ ફરિયાદ આધારે તાલુકા પોલીસે આરોપી જયંતી સરવૈયાની ધરપકડ કરી ઇનોવા કાર કબ્જે કરી ગુનામાં સંડોવાયેલા અન્ય શખસની શોધખોળ હાથ ધરી છે.આ બનાવમાં પોલીસે બીગ બજાર પાછળ ચંદ્રપાર્ક ૩માં રહેતાં બાંધકામના ધંધાર્થી અંકુરભાઇ મનસુખભાઇ કાકડિયા (ઉં.વ.૨૩)ની ફરિયાદ પરથી રવિરાજસિંહ રાજેન્દ્રભસિંહ જાડેજા અને તેની સાથેના અજાણ્યાય સામે આઈપીસી ૧૨૦ (બી), ૩૬૫, ૩૯૨, ૩૨૩, ૫૦૬(૨), ૫૦૪, ૧૩૫ મુજબ કાવત્રુ ઘડી અપહરણ કરી ધમકી દઇ મારકૂટ કરી લૂંટ ચલાવવાનો ગુનો નોંધ્યોફ હતો. હાલ પોલીસે આ મામલે આરોપી જયંતી સરવૈયાની ધરપકડ કરી લૂંટી ગયેલી ઇનોવા કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
