રાજકોટ
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓના નેતાઓના આંટાફેરા રાજકોટ વધી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. રાજકોટ એરપોર્ટ આવતા જ શહેર ભાજપ દ્વારા તેનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે કે, ૩૦ ટકા જીડીપી મેળવી છે. સાથોસાથ એ પણ બતાવવા માગુ છું કે ગુજરાતના યુવાનો એ પણ નક્કી કરી ચૂક્યા છે કે, ૨૦ વર્ષથી ગુજરાતમાં વિકાસ યાત્રા નીકળી પડી છે. આ વિકાસયાત્રાને ઝડપી બનાવવાનું વચન લઇ લીધું છે. ગુજરાતની આ પુણ્ય ધરતીમાં રેવડી પોલિટિક્સ અને બેવડી પોલિટિક્સ આ બન્નેને એક ઇંચ જગ્યા યુવાનો આપતા નથી. દેશના સૌથી મોટા યુટર્નવાળા જે નેતા છે તે અરવિંદ કેજરીવાલ છે. તેનું રાજકારણ પણ ઓડ ઇવન જેવું જ ચાલે છે. કેજરીવાલ જે નિવેદનો આપે છે તે ગુજરાતના અને દેશના યુવાનો ગંભીરતાથી લેતા નથી. તેનો જે ટ્રેક રેકોર્ડ છે તેના વિરૂદ્ધમાં દિલ્હીમાં રોજ ભાજપ લોકોને જાગૃત કરે છે. ગુજરાત જેવા રાજ્યમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપ સરકારનું ચોખ્ખુ રાજકારણ જાેવા મળી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ભારત સહિત વિકાસશીલ દેશોમાં અસર થઈ છે. પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં મોંઘવારી ઘણા અંશે કંટ્રોલમાં છે. અમેરિકા, યુકે સહિતના દેશોમાં જે રીતે મોંઘવારી વધી રહી છે. તેની તુલનાએ ભારતમાં મોંઘવારી બહુ જ ઓછી છે. જેની પાછળનું કારણ સરકારે સફળ રીતે કામ કર્યું છે. લોકો બધા જાણે છે અને મોદી પર પૂર્ણ વિશ્વાસ રાખે છે. સોમનાથ મહાદેવની ધરતી સૌરાષ્ટ્રમાં મને આવવાનો મોકો મળ્યો છે. સૌરાષ્ટ્ર ભાજપ માટે અને વિશેષ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. અહીંના વિકાસ માટે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના જે શહેરો છે જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગરનો વિકાસ પણ મોદીના નેતૃત્વમાં થયો છે. એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી યોજવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના યુવા મોરચાના કાર્યકરો જાેડાયા હતા. જેમાં બધાના હાથમાં ભાજપનો ફ્લેગ જાેવા મળ્યો હતો. તેમજ યુવા કાર્યકરોએ માથા પર ભાજપની ટોપી પણ પહેરી હતી. અટલ બિહારી વાજપાયી ઓડિટોરિયમ હોલ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપ યુવા મોચરાની બેઠક યોજાશે. બાદમાં સાંજના અમરેલીમાં કાર્યકર્તાઓ સાથે સંબોધન કરશે.

