રાજકોટ
રાજકોટના આદિત્યં પાર્ક શેરી નં. ૩માં માવતરના ઘરે રીસામણે આવેલા પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નડિયાદના વુડલેન્ડર હોટલ પાછળ બેવલીક એપાર્ટમેન્ટં બી-૪૦૪ માં રહેતા પતિ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યુંી છે કે, મારા લગ્ન વર્ષ ૨૦૧૯ માં નડીયાદ ખાતે રહેતા યજ્ઞેશ સાથે શાદી ડોટ કોમ મારફેત મળ્યા બાદ જ્ઞાતિના રીત રીવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન દરમ્યાાન સંતાનમાં એક પુત્ર છે પોતે લગ્ન બાદ પોતે પતિ સાથે નડીયાદ રહેતા હતા. લગ્નના થોડા સમય પછી પોતે પતિ સાથે આણંદમાં રહેતા નણંદના ઘરે આંટો મારવા ગયા હતા. ત્યાંડ પતિએ નણંદના સસરા સાથે ડ્રિન્ક કરેલ બાદ જમીને બંને નડીયાદ આવવા નીકળ્યાહ ત્યા્રે પોતે તેને રસ્તા માં કહેલ કે ‘તમે ડ્રીન્કન લેવાનું છોડી દો આ આદત સારી નથી તેમ કહેતા પતિએ કહેલ કે’ તારે રહેવુ હોય તો રહે હું તો ડ્રીન્કક કરીશ અને જાે તને મારા ડ્રીંકથી પ્રોબ્લેએમ હોય તો હું તને રાજકોટ મુકી જાવ તેમ કહી ઝઘડો કર્યો હતો. બાદ પોતે તેને ઘણીવાર સમજાવેલ પરંતુ તેણે ડ્રિંક લેવાનું અને નોનવેજ ખાવાનું છોડેલ નહિ. પતિને વાયની બીમારી હોય તે પણ પોતાને લગ્ન પહેલા કહેલ નહીં અને બંને દુબઇ ફરવા ગયા બાદ પરત ઇન્ડીીયા આવતા હતા. ત્યોરે પ્લે નમાં એક મુસાફરને વાય આવી હતી ત્યાારે પતિ યજ્ઞેશે કહેલ કે ‘મને પણ આ બીમારી છે’ કહેતા પોતાને ખબર પડી હતી. બાદ સાસરીયાઓ ગોવા ફરવા ગયા ત્યાઇરે પોતે અને સાસુ સિવાય તમામ લોકોએ ડ્રિંક અને નોનવેજ ખાધુ હતું. ત્યાારે પણ પતિને સમજાવા જતા પોતાને લાફો મારી ઝઘડો કરી’ તુ અહીંથી રાજકોટ જતી રહે તારી ટિકીટ બુક કરાવી દઉ છું તુ અમારા પરિવાર સાથે બંધ બેસતી નથી અને તારા કહેવાથી હું ખાવાપીવાનું બંધ કરીશ નહી તેમ કહી શારીરિક માનસીક ત્રાસ આપતા હતા ઘર સંસાર ચલાવવો હોઇ આથી પોતે આ બધુ મુંગા મોઢે સહન કરતા હતા બાદ પોતાના શ્રીમંત બાદ રાજકોટ માવતરના ઘરે આવતા રહ્યા હતા. અને દિકરાનો જન્મો થયો ત્યાંરે આ સમાચાર આપવા માટે પતિે ફોન કરતા તેણે કહેલ કે ‘આ બાળક મારૂ છે જ નહીં હું તેનુ મોઢુ જાેવા પણ માંગતો નથી તેને અનાથ આશ્રમમાં મુકીને આવજે’ તેમ કહ્યું હતું. તો પણ પોતે આ બધુ સહન કરતા હતા અને પુત્ર ચાર મહિનાનો થયો ત્યાજરે પોતાને તેડી ગયા હતા. ત્યાણર બાદ પણ પતિ હેરાન કરતો હતો અને પોતે પુત્ર સાથે થોડો સમય રહ્યા બાદ પતિએ પોતાને પુત્ર સાથે ધક્કોમારી ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકતા પોતે રાજકોટ માવતરના ઘરે આવ્યાદ હતા. પતિ તેડવા ન આવતા પોતે મહિલા પોલીસ મથકમાં અરજી કરતા પતિ રાજકોટ આવ્યાપ બાદ પોતે પુત્ર સાથે અલગ રહેવાની શરતે પતિ સાથે જવા માટે તૈયાર હતા પરંતુ પતિ પોતાને અને પુત્રને લઇ ગયેલ નહી. આથી પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એ.એસ.આઇ. રેખાબેન સાવલીયાએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટ શહેરના મવડી પ્લોઆટ વિસ્તારમાં ખીજડાવાળા રોડ પર આદિત્ય પાર્કમાં માવતરે રિસામણે આવેલી મહિલાને દિકરાનો જન્મો થતા તેની જાણ કરતા પતિએ કહ્યુ ‘આ બાળક મારૂ નથી અનાથ આશ્રમમાં મુકી આવ’ કહી શારીરિક માનસીક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા પરિણીતાએ ફરીયાદ નોંધાવતા પોલીસે પતિ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
