રાજકોટ
રાજકોટ શહેરના વિસ્તારો રામાપીર ચોકડી, સોપાન હાઈસ્ટ, રૈયાગામ સર્કલ, સાધુવાસવાણી રોડ, પ્રમુખસ્વામી ઓડીટોરીયમ-૬, ગોકુલધામ, જાગૂતિ હાઈસ્ટ પાસેથી ૨૧ પશુઓ, પ્રદ્યુમન મેઈન રોડ, નરસિંહનગર મેઈન રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, સેટેલાઈટ મેઈન રોડ, વેલનાથ મેઈન રોડ, રામ પાર્ક,રામ સોસાયટીમાંથી ૨૧ પશુઓ, ખોડીયારપરા મેઈન રોડ, ગીતાનગર, મવડી મેઈન રોડ, લક્ષ્મીનગર, અંકુર સોસાયટી, વેસ્ટ હિલ, સર્વોદય સ્કુલ, મવડી ૮૦ ફુટ રોડમાંથી ૧૦ પશુઓ પકડાયા હતા.રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જાેખમરૂપ છે. કયારેક તો બે આખલાની લડાઇનો નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે જેથી મનપા તંત્રએ આ ઢોરોને યોગ્ય જગ્યાએ મોકલવાની અને જનતાને ઢોરના ત્રાસમાંથી મુકત કરવાની ઝુંબેશ શરુ કરી છે. જેના ભાગરૂપે તા.૧૩-૦૬થી ૨૦-૦૬-૨૦૨૨ સુધીના એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ ૧૪૧ પશુઓને પકડવામાં આવ્યા છે.


